ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક કે જે ખેતી બેન્કના નામથી ઓળખાય છે તે રાજ્યના ખેડૂતોને લાંબાગાળાનું ખેતી વિષયક ધિરાણ કરતી સહકારી સંસ્થા છે. બેંકની સ્થાપના સને 1951 માં "સૌરાષ્ટ્ર સ્ટેટ લેન્ડ મોર્ટગેજ બેંક" તરીકે થઈ હતી. મુંબઈ રાજ્યમાંથી ગુજરાતનું વિભાજન થતા બેન્કનું કાર્યક્ષેત્ર ગુજરાત રાજ્ય પૂરતું રહેવા પામેલ અને સને 1962 માં "ગુજરાત સ્ટેટ કો. ઓપેરેટીવ એગ્રીકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી" તરીકે બેંકે તેની કામગીરી શરૂ કરેલ. હાલ આ બેંક "ઘી ગુજરાત સ્ટેટ કો. ઓપેરેટીવ એગ્રીકલચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંક લી" ના નામથી કાર્યરત છે.
બેંક સને 2015ના અંતે આશરે 6 લાખ થી વધુ સભાસદો ધરાવે છે. બેંક પાસે રૂ.45 કરોડથી વધુ શેરભંડોળ છે.
બેંકની મુખ્ય કામગીરી રાજ્યના ખેડૂતોને ખેતી વિષયક ધિરાણ કરવાની છે. બેંક દ્વારા સને 2015 સુધીમાં કુલ રૂ. 3513 કરોડથી પણ વધુ નું ધિરાણ થયું છે. બેંક દ્વારા રાજ્યના ખેડૂતોને કરવામાં આવેલ ધિરાણની વસુલાત સમયસર આવે તે માટે બેંક દ્વારા વિવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. કુદરતી કારણોસર ખેડૂત બેંક ના હપ્તા ભરવામાં નિષ્ફળ જાય તો બેંક દ્વારા ખેડૂતોના હિતમાં "વન ટાઈમ સેટલમેન્ટ યોજના " અને તડજોડ યોજના " જેવી યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોને વ્યાજમાં રાહત આપી ખાતું ચૂકતે કરવાની તક પણ આપે છે.
બેંક ધિરાણ અને વસુલાતની કામગીરી ઉપરાંત જાહેર જનતા પાસેથી ફિક્સ ડીપોઝીટ સ્વીકારવાની કામગીરી પણ કરે છે. આ બેંકમાં થાપણ મુકનારની થાપણ પાકે ત્યારે ટી.ડી. એસ. કાપવામાં આવતો નથી. જેથી દરેક થાપણદારને પરોક્ષ રીતે અન્ય કોઈપણ બેંકમાં મુકેલી થાપણો કરતાં વધુ વ્યાજ મળે છે. બેંક દ્વારા આર.બી.આઈ. ની ગાઈડલાઈન્સ મુજબ જ થાપણો સ્વીકારવામાં આવતી હોવાથી થાપણદારોની થાપણો બેંકમાં સંપૂર્ણપણે સુરક્ષીત છે.
રાજ્યના ખેડૂતોને તેમની ખેતી વિષયક જરૂરિયાતો પુરી કરવા ધિરાણ મેળવવા તથા આ વેબસાઈટ ના માઘ્યમ દ્વારા જાહેર જનતાને પણ તેમની ફિક્સ ડીપોઝીટ બેંકમાંમુકવા આવકારીએ છે.
ઘીરેન બી.ચૌધરી , ચેરમેન
સ્ત્રોત: ગુજરાત રાજ્ય સહકારી કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક લિમિટેડ
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020