નાના અમે સીમાંત ખેડૂતો પાસે ઓછી જમીન હોય છે અને સાથે સાથે ખેતીના આધુનિક સાધનો, ખાતર, પિયત અને બિયારણની વ્યવસ્થા પણ મર્યાદિત હોય છે જેથી કરીને ખેતી ખર્ચ કરતા આવક ઓછી થાય છે. ખેડૂતમિત્રોને આ પરિસ્થિતીમાંથી ઉગારી લેવા ખેડૂતોનું સામૂહિકીકરણ કરી એક જાતનું સંગઠન ઉભું કરવામાં આવે છે જેને ખેડૂત ઉત્પાદન સંગઠન (Farmer Product Organisation – એફ.પી.ઓ ) કહે છે.
એફ.પી.ઓ ખેડૂતો દ્વારા સંચાલિત હોય છે અને ખેડૂતોના હક્કોનું રક્ષણ કરે છે. આ સંગઠન મારફતે સભ્ય ખેડૂતોને સુધારેલા બિયારણ, પિયત અને કીટનાશકો , ખેતીને લગતી અન્ય જરૂરિયાતો, તેમના ઉત્પાદનું ભંડારણ અને ઉચિત સમયે બજારમાં વેચવું જેવી સુવિધાઓ પુરી પાડવામાં આવે છે અને તેમની આવક વધારી સક્ષમ બનાવવામાં મદદરૂપ થાય છે.
કોઈ પણ ભૌગોલિક વિસ્તારમાં રહેતા 10 થી વધારે ખેડૂતો અથવા 2 થી વધુ ખેડૂત સંસ્થાઓ ભેગા થઈને ખેડૂત ઉત્પાદક સંસ્થા બનાવી શકે છે. એફ.પી.ઓ ના પ્રમોટરો કોઈ પણ બિન સરકારી સંસ્થા, બેંક અથવા સરકારી સંસ્થા પણ હોઈ શકે. સંસ્થાનું કંપની એક્ટમાં કંપની રજિસ્ટ્રાર પાસે સેક્શન 58 (સી) ઇન્ડિયન કંપની એક્ટ હેઠળ રજીસ્ટ્રેશન કરાવનાનું રહે છે. રજિસ્ટ્રેશ પહેલા સંગઠનનું નામકરણ અને સભ્યોમાંથી પાંચ ડિરેક્ટરો નીમવાના રહે છે.
કોળાવા, બનાસકાંઠામાં આવેલ રાજેશ્વર ફામૅસૅ પ્રોડયુસર કંપની લિમીટેડ એક સફળ એફ.પી.ઓ છે. વધુ માહિતી મેળવવા માટે તમે રાજેશ્વર ફામૅસૅ પ્રોડયુસર કંપની લિમીટેડ ચેરમેન શ્રી માવજીભાઈ નો સંપર્ક 8000835885 કરી શકો છો.
લેખક: ડો. એસ. એન. ગોયલમુખ્ય઼ સંશોધન વૈજ્ઞાનિક (નિવૃત્ત), આણંદ ક્રુષિ યુનિવર્સટી
ફેરફાર કરાયાની છેલ્લી તારીખ : 6/21/2020