વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

કિસાન રથ મોબાઇલ એપ

કિસાન રથ મોબાઇલ એપ

કિસાન રથ મોબાઇલ એપ ખેડૂતો અને વેપારીઓને કૃષિ અને બાગાયતી ઉત્પાદનોની હેરફેર કરવા માટે પ્રાથમિક અને દ્વિતીયક પરિવહન માટે જરૂરી વાહન શોધવામાં મદદરૂપ થશે. જ્યારે પ્રાથમિક પરિવહનમાં ખેતરથી મંડી, એફપીઓ કલેક્શન સેન્ટર અને વેરહાઉસ વગેરે સુધીની હેરફેર સામેલ હશે, ત્યારે દ્વિતીયક પરિવહનમાં રાજ્યોમાં મંડીઓ વચ્ચે અને એક રાજ્યથી બીજા રાજ્યમાં મંડીઓ વચ્ચે, પ્રોસેસિંગ યુનિટ સુધી, રેલવે સ્ટેશન સુધી, વેરહાઉસ અને હોલસેલર્સ વગેરે સુધીની અવરજવર સામેલ હશે.

“કિસાન રથ” નામની મોબાઇલ એપ્લિકેશન ખાદ્યાન્ન (અનાજ, કઠોળ, બરછટ અનાજ, દાળ વગેરે), ફળફળાદિ અને શાકભાજી, તેલીબિયા, મરીમસાલા, રેષાયુક્ત પાક, ફૂલો, વાંસ, વન સાથે સંબંધિત ઉત્પાદન, નાળિયેર વગેરે કૃષિ ઉત્પાદનની રેન્જની અવરજવર માટે પરિવહનના ઉચિત માધ્યમની પસંદગી કરવા ખેડૂતો અને વેપારીઓને મદદરૂપ થશે. આ એપ રીફર (રેફ્રિજરેટેડ) વાહનો દ્વારા ઝડપથી બગડી જાય તેવી ચીજવસ્તુઓનું પરિવહન કરવામાં વેપારીઓને મદદરૂપ થાય છે.

કૃષિ ઉત્પાદનનું પરિવહન મહત્ત્વપૂર્ણ છે અને સપ્લાય ચેઇનનો અનિવાર્ય ભાગ છે. હાલ લોકડાઉનને કારણે દેશમાં ઊભી થયેલી અભૂતપૂર્વ સ્થિતિ અંતર્ગત “કિસાન રથ” ખેડૂતો, વેરહાઉસ, એફપીઓ, એપીએમસી મંડીઓ અને રાજ્યની અંદર અને રાજ્યોના ગ્રાહકો વચ્ચે સરળ અને સાતત્યપૂર્ણ સપ્લાય લિન્ક સુનિશ્ચિત કરશે તેમજ સમયસર સેવાઓ પ્રદાન કરીને ખાદ્ય ચીજવસ્તુઓનો બગાડ ઘટાડવામાં મદદ કરશે. આ તમામ ઝડપથી બગડી જતી ચીજવસ્તુઓ માટે સારી કિંમત મેળવવામાં પ્રદાન કરશે.

આ એપ પર કન્સાઇનર્સ (ખેડૂત, એફપીઓ, ગ્રાહક/વિક્રેતા) પરિવહન માટેની જરૂરિયાત રજૂ કરશે, જેને બજારમાં ટ્રાન્સપોર્ટ એગ્રીગેટર્સને જણાવવામાં આવશે, જેઓ વિવિધ ટ્રકર્સ અને કાફલના માલિકો સાથે સંપર્ક સાધશે અને જરૂરિયાત સામે સ્પર્ધાત્મક ક્વોટ મેળવશે અને કન્સાઇનરને ક્વોટ અને ટ્રકની વિગત આપશે. ત્યારબાદ કન્સાઇનર ઓફલાઇન ટ્રકર સાથે સીધી વાત કરીને સોદાને અંતિમ સ્વરૂપ આપશે. એક વાર ટ્રિપ પૂર્ણ થયા પછી યુઝર એપમાં ટ્રકર માટે રેટિંગ/ફીડબેક આપી શકે છે, સમયની સાથે ટ્રાન્સપોર્ટર માટે ફીડબેકની વ્યવસ્થા તેમની સેવામાં સુધારો કરવામાં મદદરૂપ થશે. આ ભવિષ્યમાં લોજિસ્ટિક્સ સર્વિસ પ્રોવાઇડરને પસંદ કરવાની પ્રક્રિયામાં કન્સાઇનરોને મદદરૂપ પણ થશે.

આ મોબાઇલ એપ શરૂઆતમાં એન્ડ્રોઇડ વર્ઝનમાં 08 ભાષાઓમાં ઉપલબ્ધ થશે અને અખિલ ભારતીય સ્તરે ઉપયોગ કરવા માટે સજ્જ છે.

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top