વહેંચો
Views
 • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

સચોટ ખેતી

સચોટ ખેતી વિષે માહિતી,ટેકનોલોજીઝ,ડ્રિપ સિંચાઈ,જીવાતો અને રોગો અંકુશો વિષે માહિતી આવરી લીધેલ છે

સચોટ ખેતી શું છે?

 • સચોટ ખેતી એટલે નવી ટેકનોલોજી અને એકઠી કરેલી ક્ષેત્ર માહિતીનો ઉપયોગ કરીને યોગ્ય સમયે, યોગ્ય સ્થળે, યોગ્ય કામ કરવું. એકઠી કરેલી માહિતીનો ઉપયોગ ખાસ કરીને કેટલું વાવેતર પૂરતું છે તેનું મૂલ્યાંકન કરવા, ખાતર-બીયારણ સહિતની અન્ય જરૂરિયાતોનો અંદાજ કાઢવા અને વધારે સચોટપણે પાકની નીપજનો ક્યાસ કાઢવા માટે પણ કરી શકાય.
 • તે કોઇપણ સ્થાનિક જમીન અથવા હવામાનની સ્થિતિઓમાં પાક માટે બિનજરૂરી પ્રણાલીઓ ટાળવામાં મદદ કરે છે, જેવી કે શ્રમ, પાણી, ખાતર, જંતુનાશકો જેવા ઇનપુટ્સ વગેરે ઘટાડે છે અને ગુણવત્તાવાળા ઉત્પાદનની ખાતરી પૂરી પાડે છે.

તમિળનાડુ સચોટ ખેતી પ્રોજેક્ટ

યોજના અંગે :

 • સચોટ ખેતી પ્રોજેક્ટ 2004-05 દરમિયાન તમિળનાડુના ધરમપુરી જિલ્લામાં શરૂ થયો હતો. શરૂઆતમાં 2004-05માં 250 એકરમાં, પછી 2005-06માં 500 એકરમાં અને 2006-07માં 250 એકરમાં તેનો અમલ કરવામાં આવ્યો હતો. તમિળનાડુની સરકારે તમિળનાડુ કૃષિ યુનિવર્સિટીને આ કાર્ય સોંપ્યું હતું.
 • આ પ્રોજેક્ટમાં ડ્રિપ સિંચાઈ તૈનાત કરવા માટે રૂ. 75,000 અને પાક ઉત્પાદન માટે રૂ. 40,000ની રકમ ફાળવવામાં આવી હતી. યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ પહેલો પાક લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ ત્રણ વર્ષમાં ખેડુતોએ 5 પાક લીધા હતા.
 • પ્રથમ વર્ષે ખેડુતો આ પ્રોજેક્ટનો સ્વીકાર કરતા શરૂઆતમાં ખચકાતા હતા, કારણ કે છેક 2002થી એ વિસ્તારમાં સતત દુકાળને કારણે તેમને ખેતીમાં નિરાશા સાંપડી હતી. પરંતુ, પ્રથમ સો ખેડુતોની સફળતા નિહાળીને અને આ યોજનાની નીપજના બજારમાં ઉપજતા ઊંચા દામને કારણે ખેડુતોએ મોટી સંખ્યામાં બીજા વર્ષે (90 ટકા સબસિડી) અને ત્રીજા વર્ષે (80 ટકા સબસિડી) નોંધણી કરાવી હતી.

ટેકનોલોજીઝ

જમીનના ઉપગ્રહ આધારિત નકશા

જમીનના ઉપગ્રહ આધારિત નકશા ઓના આધારે ખાતરનો ઉપયોગ અને જમીનનું સંચાલન. આ ટેકનોલોજી ચોક્કસ ક્ષેત્રની જમીનમાં પોષક તત્વોની સ્થિતિનો સચોટપણે કયાસ કાઢવામાં મદદ કરે છે.

કોદાળીથી જમીન ખેડવી:

ઘણા વર્ષોથી ટ્રેક્ટરનો ઉપયોગ અને પૂર સિંચાઈ પ્રણાલીઓને કારણે જમીનનું ઉપરી સ્તર 45 સેમી સુધી કઠણ થઈ ગયું છે. તે યોગ્ય ડ્રેનેજને અસર કરે છે અને જમીનને હવા મળતી નથી. કોદાળીથી ખેતી કરવાથી આ સમસ્યા હલ થાય છે. વર્ષમાં બેવાર તે કરવાની ભલામણ કરવામાં આવે છે.

ડ્રિપ સિંચાઈ:

 • 1.5 મીટર લાંબી અને 0.6 મીટર પહોળી જગ્યામાં ડ્રિપ સિંચાઈ માટેની ટ્યુબો તૈનાત કરવામાં આવે છે. તેના ઘણા લાભો છે.
 • એકર દીઠ પાણી અને ખાતરનું પ્રમાણ ઘટે
 • જમીનનું ઉપલું પડ સૂકાવાથી નિંદામણ ઘટે
 • ભેજની યોગ્ય જાળવણી અને જમીનને હવા મળવાથી ઓછા ફુલ ખરે અને ફળ પણ ઓછા તૂટે
 • 60 ટકાથી ઓછી સાપેક્ષ આર્દ્રતાની જાળવણીને કારણે રોગો અને જીવાતોનો ઓછો ઉપદ્રવ
 • જમીનને મળતા હવાના પ્રમાણમાં 40 ટકા વધારાને કારણે મૂળની વૃદ્ધિમાં વધારો

સમુદાય નર્સરી :

શાકભાજીના સો ટકા તંદુરસ્ત રોપા ઉછેરવા માટે યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ સચોટ ખેતી કરતા ખેડુતોએ સમુદાય નર્સરીઓ વિકસાવી હતી.

જીવાતો અને રોગો અંકુશો:

હવામાનની પરિસ્થિતિઓના આધારે લેવાતા તકેદારીના પગલાં અને જંતુનાશકો અને ફુગનાશકોના જરૂરિયાત પ્રમાણેના ઉપયોગે ખર્ચમાં એક-તૃતિયાંશ હિસ્સો ઘટાડવામાં મદદ કરી.

સચોટ ખેતી કરતા ખેડુતોનો સંઘ

દર 25થી 30 લાભાર્થી ખેડુતોએ એકઠા મળીને સંયુક્તપણે સચોટ ખેતી સંઘની રચના કરી. આવા સંઘોએ નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ ચલાવી,

 • કૃષિને લગતી ચીજોની ખરીદી માટે સંબંધિત વેપારીઓ સાથે મંત્રણા
 • શાકભાજીના કોન્ટ્રાક્ટ ફાર્મિંગની સંભાવનાઓ અંગે ચર્ચાઓ
 • વિવિધ બજારોની મુલાકાત અને બજારની માહિતી મેળવવી
 • સાથી સભ્યો સાથે ખેતીના અનુભવોની વહેંચણી
 • તમિળનાડુના અન્ય જિલ્લાઓમાંથી આવતા ખેડુતો સાથે તેમના સચોટ ખેતીના અનુભવોની વહેંચણી

બજાર માટે ગોઠવણીઓ

 • વૈજ્ઞાનિકોએ નીપજો ઉંચા ભાવે વહેંચવામાં મદદ કરી. બજારની માંગને આધારે પાકોની પસંદગી કરવામાં આવી અને યોગ્ય મોસમમાં તેમનું વાવેતર કરવામાં આવ્યું
 • સચોટ ખેતી વિસ્તારોમાંથી વેચાણ માટે આવતી નીપજો માટે ટીએનએયુના નિષ્ણાતોની મદદથી એક વિશિષ્ટ લોગો તૈયાર કરવામાં આવ્યો
 • ગુણવત્તાના કારણે સચોટ ખેતી વિસ્તારોની તમામ નીપજો તમામ બજારોમાં પ્રીમીયમ કિંમતે વેચાઈ રહી છે

વધારે માહિતી માટે

નોડલ અધિકારી અને વિસ્તરણ શિક્ષણના નિર્દેશક,
તમિળનાડુ સચોટ ખેતી પ્રોજેક્ટ
તમિળનાડુ કૃષિ યુનિવર્સિટી, – કોઇમ્બતૂર – 641003, તમિળનાડુ

3.0
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top