હોમ પેજ / ખેતીવાડી / અન્ય માહિતી / શ્રેષ્ઠ પ્રણાલીઓ / ટકાઉ ખેતી / જંગલી ખાધોનું સ્થાનિક સમુદાયો દ્વારા સંરક્ષણ
વહેંચો
Views
  • સ્થિતિ ફેરફાર કરવા માટે ખોલો

જંગલી ખાધોનું સ્થાનિક સમુદાયો દ્વારા સંરક્ષણ

જંગલી ખાધોનું સ્થાનિક સમુદાયો દ્વારા સંરક્ષણ વિશેની માહિતી

જંગલી ખાધોનું સ્થાનિક સમુદાયો દ્વારા સંરક્ષણ

દક્ષિણ ભારતના રાજ્ય આંધ્ર પ્રદેશના મેડક જિલ્લાનો ઝહીરાબાદ વિસ્તાર ડેક્કનના ઉચ્ચપ્રદેશ પર આવેલો છે. અહીંની જમીન મોટેભાગે કાળી છે, પરન્તુ નાના વિસ્તારોમાં રેતાળ અને કપાસની ઉપજવાળી કાળી જમીન પણ જોવા મળે છે. સરેરાશ વરસાદ 700થી 850 મિ.મી હોય છે જે અનિશ્ચિત અને અસમાન પણ છે. મોટાભાગની લાલ જમીનમાં સામાન્યત: 6-8 ઇંચથી વધારે ઉંડે માટી નથી હોતી. આવી કૃષિ-આબોહવાની મુસીબતોનો સામનો કરવા માટે ખેડૂતોએ કેટલીક રણનીતિઓને વિકસિત કરી છે, જેમાંથી એક છે કૃષિ વિવિધતા

ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી (ડીડીએસ) મેડક જિલ્લાના ગ્રામીણ વિસ્તોરોમાં કામ કરતી પાયાની સ્વૈછિક સંસ્થા છે. આ સંસ્થા દોઢ દાયકાથી ખાસ કરીને ગ્રામીણ ગરીબોના જીવનધોરણ સુધારવામાં જંગલી વનસ્પતિઓની ભૂમિકાને ગંભીરતાપૂર્વક ચકાસી રહી છે. લીલા શાકભાજી તેમજ બોર સહિતની લગભગ 80 જંગલી વનસ્પતિઓની યાદી બનાવામાં આવી છે તેમજ તેમને વર્ગીકૃત કરવામાં આવી છે.

આમાંની મોટાભાગની વનસ્પતિઓ એવી દલિત મહિલાઓ ઉગાડે છે, જેઓ પોતાના સમુદાયમાં સૌથી ગરીબ છે. પોતાની આજીવિકા માટે તેઓ ખેત મજૂર તરીકે કામ કરે છે. ખેતરમાં પાકની વિવિધતા તેમને પ્રતિકૂળ આબોહવાની સ્થિતિઓમાંથી બહાર આવવામાં મદદ મળે છે અને એવી સ્થિતિઓમાં પણ સારી ઉપજ મળે છે. એક સીઝનમાં તેઓ ઓછામાં ઓછા 8થી 12 પાકો લે છે.

લીલી વનસ્પતિ પોષક તત્વોનો સમૃદ્ધ સ્રોત

ગ્રામીણ વિસ્તારના લોકો માટે, ખાસ કરીને ગરીબો માટે જંગલી લીલી વનસ્પતિ ખોરાકનો મુખ્ય સ્રોત છે. ગરીબોના ખોરાકનો મુખ્ય સ્રોત ઉપરાંત તે તેમના પોષણનો પણ મુખ્ય સ્રોત છે. ઘણા પ્રકારની લીલી વનસ્પતિ તેઓ શાકભાજીના રૂપમાં ખાય છે અને તેમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન, કેરોટિન, વિટામીન સી તેમજ ફૉલિક એસિડ મળે છે. આ લીલી વનસ્પતિ ઘણા પોષક તત્વોનો કિંમતી સ્રોત છે, જે સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આ વનસ્પતિઓનું પૂરતા પ્રમાણમાં ખાસ કરીને સગર્ભા તથા ધાત્રી માતા તેમજ બાળકો સેવન કરે છે.

ગ્રામીણ વિસ્તારના લોકો માટે, ખાસકરીને ગરીબો માટે જંગલી લીલી વનસ્પતિ ખોરાકનો મુખ્ય સ્રોત છે. ગરીબોના ખોરાકનો મુખ્ય સ્રોત ઉપરાંત તે તેમના પોષણનો પણ મુખ્ય સ્રોત છે. ઘણા પ્રકારની લીલી વનસ્પતિ તેઓ શાકભાજીના રૂપમાં ખાય છે અને તેમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ, આયર્ન, કેરોટિન, વિટામીન સી તેમજ ફૉલિક એસિડ મળે છે. આ લીલી વનસ્પતિ ઘણા પોષક તત્વોનો કિંમતી સ્રોત છે, જે સ્વાસ્થ્ય માટે આવશ્યક છે. આ વનસ્પતિઓનું પૂરતા પ્રમાણમાં ખાસ કરીને સગર્ભા તથા ધાત્રી માતા તેમજ બાળકો સેવન કરે છે.

સંગમ ડે કેર સેંટરમાં પૂર્વ-પ્રાથમિક શાળાઓના બાળકોને રોજ અસંખ્ય પ્રકારની લીલી વનસ્પતિઓ અનાજ, દાળ અથવા રોટલી સાથે આપવામાં આવે છે. આ રીતે બાળપણના પ્રારંભિક વર્ષોથી જ બાળકોને સૌથી સુરક્ષિત અને જાણીતા સ્રોતમાંથી સ્થાનિક, વિવિધ સ્વાદિષ્ટ તથા પોષણયુક્ત ભોજન મળી જાય છે. દરરોજ તેઓ આ લીલી વનસ્પતિઓ ખેતરો, ખળા તથા સીમમાંથી પસંદ કરીને લાવે છે. નિંદામણ કાઢવા જતી તમામ મહિલાઓ રાંધવા માટે વનસ્પતિઓ પણ એકઠી કરે છે.

ગરીબોના સ્વાસ્થ્યમાં આ લીલી વનસ્પતિઓનું મહત્વ સમજવા માટે વૈજ્ઞાનિકો જંગલી વનસ્પતિ પર સંશોધન કરતા હતા. ઓગસ્ટ અને સપ્ટેમ્બરની ભરપૂર મોસમમાં મહિલાઓની મદદથી આ વનસ્પતિઓને સીધી ચૂંટવામાં આવે છે. તેના પોષક તત્વોની જાણકારી માટે તેનું વિશ્લેષણ હૈદરાબાદના નેશનલ ઈન્સ્ટીટયુટ ઑફ ન્યુટ્રિશનમાં કરવામાં આવ્યુ. નિષ્કર્ષોથી જાણવા મળ્યું હતું કે, સૌથી સામાન્ય જંગલી વનસ્પતિઓમાંની એક જોનાચમચેલીના પ્રતિ 100 ભાગમાં 3237 મિગ્રા કેલ્શિયમ તેમજ 111.3 મિગ્રા આયર્ન હોય છે. અત્યંત શુકનિયાળ ગણાતી અને અસંખ્ય પરિવારોના ભોજનમાં લેવાતી તુમ્મીકુરાના 100 પાંદડામાં 81.6 મિગ્રા આયર્ન હોય છે. મળેલા પરિણામોથી સાબિત થાય છે કે, આપણી સ્ત્રીઓની જાણકારી અને બુદ્ધિ ઘણી વધારે હોય છે.

પાક વૈવિધ્યનો ઉત્સવ

ખેડુતો તેમના ખેતરોમાં આવેલા વૈવિધ્યનો ઘણા સ્વરૂપે ઉત્સવ મનાવે છે. આવું કરતી વખતે તેઓ તેમના ખેતરોમાં ઉગતી જંગલી વનસ્પતિઓના વૈવિધ્યનો પણ આદરપૂર્વક ઉત્સવ ઉજવે છે. ડીસેમ્બર મહિનામાં ઉજવાતો "શૂન્યમ પાંડુગા" ઉત્સવ આવું જ ઉદાહરણ છે., જ્યારે મોટાભાગનો ખરીફ અને રવી પાક પાકવાની તૈયારીમાં હોય છે, ખેડૂત સમુદાય ખેતરની આસાપાસ પ્રદક્ષિણા કરીને, તહેવાર સંબંધિત ખાસ ગીતો ગાઇને અને તે સમયે ઉપલબ્ધ વીસથી વધારે જંગલી વનસ્પતિઓમાંથી ખાસ બનેલા અન્નનો પ્રસાદ ચડાવીને ધરતીમાતાની પૂજા કરે છે.

નિષ્કર્ષ

અનુભવથી જાણવા મળ્યું છે કે, જંગલી વનસ્પતિઓ આ વિસ્તારની ભોજન પંરપરાનો અભિન્ન હિસ્સો છે. પર્યાવરણતંત્રમાં કૃષિના જૈવિક વૈવિધ્યની સુરક્ષા તથા કૃષિ પદ્ધતિઓ (મિશ્ર ખેતી, બહુ-ખેતી તથા નિંદામણનાશકો, જંતુનાશકો વગેરેનો ઉપયોગ ન કરવો) આપણી સંસ્કૃતિ અને પાકશાસ્ત્રમાં જંગલી વનસ્પતિઓનું સાતત્ય ચાલુ રાખશે. તે ગરીબોને ખાસ લાભકારક તો છે જ, સાથે સાથે સમાજના બહુમત હિસ્સાની સુખાકારી માટે પ્રસ્તુત છે અને આહાર પર સ્થાનિક અંકુશને સક્ષમ બનાવે છે. આ જંગલી વનસ્પતિઓ બીટા કેરોટીન, વિટામીન સી, કેલ્શિયમ, આયર્ન જેવા સુક્ષ્મ પોષક તત્વોથી કુદરતી રીતે ભરપૂર હોય છે. તેથી ખેતીના વિકલ્પે તથા કૃત્રિમ રીતે બનતા પોષણયુક્ત પૂરક આહારના બદલે તેમને પ્રોત્સાહન આપવું જોઇએ

બી. સલોમ યેસુદાસ
ડેક્કન ડેવલપમેન્ટ સોસાયટી (ડીડીએસ), પાસ્તાપુર, ઝહીરાબાદ, મેડક જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત.

સ્રોત : LEISA India, Vol 6-1

3.08108108108
તમારા સૂચનો આપો

(જો ઉપરની માહિતી માટે તમારી કોઇ ટિપ્પણી/ સૂચનો હોય, તો અહીં જણાવવા વિનંતી)

Enter the word
નેવીગેશન
Back to top