ઉદ્દેશ્ય આ યોજનાનો ઉદ્દેશ લઘુમતી સમુદાયના આર્થિક રીતે નબળા વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવાનો છે જેથી તેઓને ઉચ્ચ શિક્ષણ માટે સારી તકો મળી રહે, ઉચ્ચ શિક્ષણ પ્રાપ્તિનોતેમનો દર વધે અને તેમની રોજગારી વધે. પાત્રતા લઘુમતી સમુદાયો તરીકે સૂચિત થયેલ મુસ્લિમો, શીખ, ખ્રિસ્તીઓ, બૌદ્ધો, જૈન અને ઝોરોસ્ટ્રિયન (પારસી) સમુદાયને સબંધિત છેલ્લી અંતિમ પરીક્ષામાં 50% થી વધુ ગુણ અથવા સમકક્ષ ગ્રેડ મેળવનારા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે જેમના માતાપિતા / વાલીઓની વાર્ષિક આવક તમામ સ્રોતોમાંથી રૂ. 2.0 લાખથી વધુ હોતી નથી. અરજદાર ભારતમાં સરકારી અથવા માન્ય ખાનગી યુનિવર્સિટી / સંસ્થા / કોલેજ / શાળામાં ભારતમાં અભ્યાસ કરતો હોવો જોઈએ. જે કોર્સ કરવાનો હોય તે ઓછામાં ઓછો એક વર્ષનો સમયગાળો ધરાવતો હોવો જોઈએ લાભો પ્રવેશ + ટ્યુશન ફી આગિયારમાં અને બારમા વર્ગ: રૂ. 7,000 / - વાર્ષિક વાસ્તવિકખર્ચને આધિન (છાત્રાલય અને સ્થાનિક બંનેમાટે) XI અને XII સ્તરના તકનીકી અને વ્યાવસાયિક અભ્યાસક્રમો માટે પ્રવેશફી અને અભ્યાસક્રમ / ટ્યુશન ફી (એક અથવા વધુ વર્ષનાસમયગાળાના અભ્યાસક્રમો): રૂ. 10,000 / - વાર્ષિક વાસ્તવિક ખર્ચને આધિન (છાત્રાલય અને સ્થાનિક બંનેમાટે) યુજી અને પીજી સ્તર માટે પ્રવેશ અને ટ્યુશન ફી: રૂ. 3000/- વાર્ષિક વાસ્તવિક ખર્ચને આધિન (છાત્રાલય અને સ્થાનિક બંનેમાટે) જાળવણી ભથ્થું ટેક્નિકલ અને વ્યાવસાયિક અભ્યાસ ક્રમો સહિત આગિયારમા અને બારમા વર્ગ માટે-રૂ. 380 / છાત્રાલય માટે દર મહિને અને રૂ.230 સ્થાનિક માટે યુ.જી. અને પી.જી. સ્તરના ટેક્નિકલ અને વ્યાવસાયિક અભ્યાસ ક્રમોસિવાયના અન્યઅભ્યાસક્રમો માટે- રૂ. 570 / - છાત્રાલય માટે દર મહિને અને રૂ. 300/-સ્થાનિકો માટે. એમ.ફિલ અને પીએચ.ડી. માટે: રૂ 1200/- પ્રતિ માસ છાત્રાલય માટે અને રૂ. 550/- સ્થાનિક માટે. અરજી કઈ રીતે કરશો ઑનલાઇન અરજી માટે, https://scholarships.gov.in/ ની મુલાકાત લો. ઉમેદવાર શિષ્યવૃત્તિ યોજનાઓ અંગેના શંકાઓના સમાધાન માટે રજાના દિવસો સિવાય, સોમવારથી શુક્રવાર સુધી સવારે 9.00 થી 5.30 વાગ્યા દરમ્યાન,સમાધન ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર: 1800-11-2001મારફત સંપર્ક કરી શકે છે. યોજનાની સંપૂર્ણ માહિતી અને વારંવાર પુછવામાં આવતા પ્રશ્નો (એફએક્યુ) જોવા માટે, અહીં ક્લિક કરો.