લઘુમતી સમુદાયો સાથે જોડાયેલી છોકરીઓ માટે "બેગમ હઝરત મહલ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ" ની યોજના અગાઉ "મૌલાના આઝાદ રાષ્ટ્રીય શિષ્યવૃત્તિ" યોજના તરીકે જાણીતી હતી. તેની શરૂઆત શૈક્ષણિક વર્ષ 2003-04માં મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી હતી. યોજનાનો ઉદ્દેશ રાષ્ટ્રીય અલ્પસંખ્યક સાથે જોડાયેલા કુશળ છોકરીઓને ઓળખવા, પ્રોત્સાહન આપવા અને સહાય કરવા માટે કે જેઓ આર્થિક સહાયતા વિના તેમનું શિક્ષણ ચાલુ રાખી શકતા નથી. શિષ્યવૃત્તિનો હેતુ સ્કૂલ / કોલેજ ફી ની ચુકવણી, અભ્યાસક્રમના પુસ્તકોની ખરીદી, અભ્યાસક્રમ માટે જરૂરી સ્ટેશનરી / ઉપકરણોની ખરીદી અને બોર્ડિંગ / લોજિંગ ચાર્જની ચુકવણી માટેના ખર્ચ માટે શિષ્યવૃત્તિ સ્વીકાર્ય છે. પાત્રતાની શરતો છ સૂચિત લઘુમતી સમુદાયોના એટલે કે મુસ્લિમો, ખ્રિસ્તીઓ, શીખ, બૌદ્ધ, જૈનો અને પારસી સમુદાયની ફક્ત છોકરીઓ જ આ શિષ્યવૃતિ મેળવવાપાત્ર છે. લઘુમતી સમુદાયની યુવતીઓ કે જેઓ 9 થી 12 ધોરણમાં અભ્યાસ કરે છે અને અગાઉના વર્ગમાં ઓછામાં ઓછા 50% ગુણ અથવા સમકક્ષ સમાન ગ્રેડ મેળવેલ હોય તેવી વિદ્યાર્થિનીઓને શિષ્યવૃત્તિ આપવામાં આવશે. વિદ્યાર્થીઓના માતાપિતા / વાલીઓની વાર્ષિક આવક તમામ સ્રોતોમાંથી રૂ. 2.0 લાખથી વધુ ન હોવી જોઈએ. લાભો શિષ્યવૃત્તિની રકમ વર્ગ નવમા અને દસમા માટે રૂ. 5000/- અને વર્ગ અગિયાર અને બારમા માટે રૂ. 6000/- પૂરી પાડવામાં આવશે. અરજી કઈ રીતે કરશો ઓનલાઇન અરજી http://bhmnsmaef.org/maefwebsite/ પર કરી શકાય છે. જરૂરી દસ્તાવેજો વિદ્યાર્થીના ઓળખપત્રો માટે શાળા દ્વારા ચકાસણી આવશ્યક છે. આ હેતુ માટે વિદ્યાર્થીઓને શાળા ચકાસણી ફોર્મ ડાઉનલોડ કરવા અને તે શાળાના આચાર્ય દ્વારા સહી કરવાની સલાહ આપવામાં આવે છે. આચાર્યનો સિક્કો અને હસ્તાક્ષર ફોટોગ્રાફ પર અને ફોર્મમાં આપેલી જગ્યા પર હોવા જરૂરી છે. સ્કેનકરેલ શાળા ચકાસણી ફોર્મની નકલ એપ્લિકેશન સાથે અપલોડ કરી જોડવાની છે. વિદ્યાર્થીઓએ રાજ્ય સરકાર / યુ.ટી. વહીવટીતંત્ર દ્વારા જાહેર કરાયેલ સક્ષમ ઓથોરિટી દ્વારા જારી કરાયેલા માતા-પિતા / વાલીનું આવકનું પ્રમાણપત્ર રજૂ કરવું જરૂરી છે. વૈકલ્પિક રૂપે, સંબંધિત વિભાગ તરફથી પ્રાપ્ત આવક પ્રમાણપત્ર સિવાય પ્રધાન / સરપંચ, મ્યુનિસિપલ બોર્ડ, કાઉન્સિલર, ધારાસભ્ય, સાંસદ અથવા કોઈપણ ગેઝેટેડ અધિકારીના આવક પ્રમાણપત્રો પણ માન્ય ગણવામાં આવશે. કોનો સંપર્ક કરશો? મૌલાના આઝાદ એજ્યુકેશન ફાઉન્ડેશનફોન: 011-23583788 / 89; Email : scholarship-maef@nic.in / scholarshipmaef@gmail.comવધુ વિગતો માટે, http://bhmnsmaef.org/maefwebsite/maefHome.aspx ની મુલાકાત લો