શહેરી શિક્ષણ ઇન્ટર્નશીપ પ્રોગ્રામ (TULIP) - દેશભરના તમામ અર્બન લોકલ બોડીઝ (યુએલબી) અને સ્માર્ટ સિટીઝમાં નવા ગ્રેજ્યુએટ્સને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવાનો કાર્યક્રમ.

અમલીકરણ એજન્સીઓ

આ TULIP કાર્યક્રમ હાઉસિંગ અને અર્બન અફેર્સ મંત્રાલય (MoHUA) અને AICTE વચ્ચે ભાગીદારી દ્વારા લાગુ કરવામાં આવી રહ્યો છે. રાજ્ય સ્તરે, TULIP કાર્યક્રમ યુ.એલ.બી. / સ્માર્ટ શહેરોને સંબંધિત સંગઠનોમાં અપનાવવા માટે સ્પષ્ટ માર્ગદર્શન પૂરા પાડવા શહેરી વિકાસ વિભાગો દ્વારા TULIP કાર્યક્રમને સમર્થન આપવામાં આવશે.

પાત્રતા

ટ્યૂલિપ હેઠળની ઇન્ટર્નશીપ ભારતીય નાગરિકો માટે ખુલ્લી છે જેઓ અંડરગ્રેજ્યુએટ પ્રોગ્રામમાંથી સ્નાતક થાય છે, તેઓ સ્નાતક થયાના 18 મહિનાની અંદર અરજી કરી શકે છે. તે યુએલબી / સ્માર્ટ શહેરો દ્વારા તેમની આવશ્યકતાઓમાં સૂચવેલા અભ્યાસક્રમો અને પ્રવાહો માટે ખુલ્લું છે અને એઆઈસીટીઇ સંલગ્ન અને નોન-એઆઈસીટીઇ કોલેજ સ્નાતકો બંને અરજી કરી શકે છે. ભારતીય વિદ્યાર્થીઓ જેમના પરિણામ જાહેર થયા છે અને ઉત્તીર્ણ ટકાવારી હોય તે અરજી કરી શકે છે. તેઓએ સફળતાપૂર્વક અભ્યાસક્રમ પૂર્ણ કર્યો છે અને તમામ વિષયોમાં પાસ થયા છે તે દર્શાવતુ ડિજિટલ ટ્રાંસ્ક્રિપ્ટ્સ અથવા પ્રોવિઝનલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે. ડિગ્રી પ્રાપ્ત થયા પછી, ડિજિટલ નકલ પ્લેટફોર્મ પર અપલોડ કરવાની રહેશે અને તે બાબતે ઇન્ટર્નિંગ યુએલબી / સ્માર્ટ સિટીના નોડલ અધિકારીને જાણ કરવી જોઈએ.

ઇન્ટર્નશિપના સફળ સમાપ્તિ પર, યુએલબી / સ્માર્ટ સિટી ટ્યૂલિપ પોર્ટલથી પ્રમાણપત્ર બનાવવામાં આવશે. વિદ્યાર્થીઓ તેમના લૉગ-ઇનથી તેમના પ્રમાણપત્રો ઉપલબ્ધ કરી શકે છે. સ્ટાઇપન્ડ અને તેની રકમ જેના સબંધિત યુ.એલ.બી. / સ્માર્ટ સિટીના ક્ષેત્ર અને કાર્યક્ષેત્ર હેઠળ રહેશે જેના પર અરજી કરવામાં આવી હોય. કોઈપણ સ્ટાઇપન્ડ અથવા ભથ્થાની રકમ, આપવામાં આવશે કે નહીં તેનો યુએલબી / સ્માર્ટ સિટી દ્વારા પોસ્ટ કરાયેલ ઇન્ટર્નશીપના પર્કસ અને ભથ્થા વિભાગમાં ઉલ્લેખ કરવામાં આવશે.

અરજી કઈ રીતે કરશો?

ઓનલાઇન અરજી TULIP પ્લેટફોર્મ દ્વારા https://internship.aicte-india.org/module_ulb/Dashboard/TulipMain/index.php પર કરી શકાય છે.

સરકાર દ્વારા ઇશ્યૂ કરવામાં આવેલ ઓળખ પ્રૂફ (ડ્રાઇવિંગ લાઇસન્સ, ઇલેકશન કાર્ડ, વગેરે), શૈક્ષણિક લાયકાતના પુરાવા અને વિદ્યાર્થીના શૈક્ષણિક માર્ગદર્શકોની ભલામણનો પત્ર, ટ્યૂલિપ માટે ઇન્ટર્નશીપ માટેની મૂળભૂત આવશ્યકતાઓ છે. વધુમાં,કેટલીક તકો માટે ઇન્ટર્નશીપ પોસ્ટિંગમાં યુએલબી / સ્માર્ટ સિટી દ્વારાનિયત કરવામાં આવેલ એક સારાંશ સબમિટ કરવો જરૂરી છે.

સ્રોત અને વધુ માહિતી માટે: TULIP પ્લેટફોર્મ