કેન્દ્રીય કેબિનેટે જુલાઈ 2020 માં એગ્રિકલ્ચર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ નામની નવી પાન ઇન્ડિયા સેન્ટ્રલ સેક્ટર યોજનાને મંજૂરી આપી છે. આ યોજના, પાકની કાપણી પછીના વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટેના સક્ષમ પ્રોજેક્ટમાં અને સમુદાયિક ખેતીની સંપત્તિમાં રોકાણ માટે, વ્યાજમાં રાહત સહિતની આર્થિક સહાય માટે મધ્યમ-લાંબા ગાળાની નાણાકીય ધિરાણ સુવિધા પ્રદાન કરશે. યોજનાનો સમયગાળો નાણાકીય વર્ષ 2020 થી નાણાકીય વર્ષ 2029 (10 વર્ષ) સુધીનો રહેશે. લક્ષ્યિત લાભાર્થીઓ સદર યોજના અંતર્ગત પ્રાથમિક કૃષિ ધિરાણ મંડળીઓ (પીએસીએસ), માર્કેટિંગ સહકારી મંડળીઓ, ખેડૂત ઉત્પાદક સંગઠનો (એફપીઓ), સ્વ-સહાય જૂથ (એસએચજી), ખેડુતો, સંયુક્ત જવાબદારી ધરાવતા જૂથો (જેએલજી), વિવિધ હેતુ લક્ષી સહકારી મંડળીઓ, કૃષિ-ઉદ્યોગસાહસિકો, સ્ટાર્ટઅપ્સ, સંકલિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રદાતાઓ અને કેન્દ્ર / રાજ્ય એજન્સી અથવા સ્થાનિક સંસ્થા પ્રાયોજિત લોક ભાગીદારીવાળા પ્રોજેક્ટને લોન તરીકે બેંકો અને નાણાકીય સંસ્થાઓ દ્વારા રૂ. એક લાખ કરોડ આપવામાં આવશે. લાભો આધિરાણસુવિધાહેઠળનીતમામલોનપર રૂ. 2.0 કરોડની મર્યાદામાં વાર્ષિક 3% વ્યાજરાહત આપવામાં આવશે. આવ્યાજ રાહત મહત્તમસાતવર્ષમાટેઉપલબ્ધરહેશે. વધુમાં, સદર યોજના હેઠળ પાત્રતા ધરાવતા અરજદારોને ક્રેડિટ ગેરંટી ફંડ ટ્રસ્ટ ફોર માઇક્રો અને સ્મોલ એન્ટરપ્રાઈઝીસ (સીજીટીએમએસઇ) યોજના હેઠળ ક્રેડિટ ગેરેંટી કવરેજ ઉપલબ્ધ રહેશે, જેનીમર્યાદા રૂ. 2.0 કરોડ છે. સદર કવરેજ માટેની ફી સરકાર દ્વારા ચૂકવવામાં આવશે. એફ.પી.ઓ.ના કિસ્સામાં, કૃષિ, સહકાર અને ખેડૂત કલ્યાણ વિભાગ (ડીએસીએફડબ્લ્યુ)ની એફપીઓ પ્રોત્સાહક યોજના હેઠળ પ્રદાન કરવામાં આવતી સુવિધાદ્વારા ક્રેડિટ ગેરંટી મેળવી શકાય છે. આ ધિરાણ સુવિધા હેઠળ પરત ચુકવણી માટેમોરેટોરીયમ (પરત ચુકવણીની મુદતમાં વધારો) ઓછામાં ઓછા 6 મહિના અને મહત્તમ 2 વર્ષસુધીની હોઈ શકે છે. યોજનાની સંપૂર્ણ વિગતો અને માર્ગદર્શિકા જોવા માટે, અહીં ક્લિક કરો. સ્ત્રોત: રાષ્ટ્રીય બાગાયતી બોર્ડ