પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના (પીએમ-જીકેએવાય) એ આત્મનિર્ભર ભારતના ભાગ રૂપે સ્થળાંતર કરનારા અને ગરીબ લોકોને મફત અનાજ પૂરું પાડવાની યોજના છે. યોજનાના લાભ એપ્રિલથી નવેમ્બર 2020 દરમિયાન, 80 કરોડ કરતાં વધુ લોકોને પ્રત્યેક પરિવાર દીઠ દર મહિને 5 કિલો ઘઉં / ચોખા તેમજ 1 કિલો ચણા નિશુલ્ક આપવામાં આવશે. 6 રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને ઘઉં ફાળવવામાં આવ્યા છે, - પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ચંદીગઢ, દિલ્હી અને ગુજરાત અને બાકીના રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રોને ચોખા પૂરા પાડવામાં આવ્યા છે. પાત્રતા ગરીબી રેખાથી નીચેના પરિવારો - અંત્યોદય અન્ન યોજના (એએવાય) અને પ્રાધાન્યતાવાળા ઘરો (પીએચએચ) ની શ્રેણીમાં સમાવિષ્ટ પરિવારો આ યોજનાનો લાભ મેળવવા પાત્ર રહેશે. પીએચએચની ઓળખ રાજ્ય સરકારો / કેન્દ્ર સરકાર દ્વારા તેઓ દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ નક્કી કરવાની રહેશે. એએવાય પરિવારોની ઓળખ રાજ્યો / કેન્દ્રશાસિત કેન્દ્રો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત કરવામાં આવેલ માપદંડોને આધારિત કરવાની રહેશે. વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિઓના વડપણ હેઠળના નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતા પરિવારો સમાવિષ્ટ કરવામાં આવશે. નિર્વાહના સાધનો અથવા સામાજિક આધારની નિશ્ચિતતા ન ધરાવતી વિધવાઓ અથવા ગંભીર રૂપે બીમાર વ્યક્તિઓ અથવા અપંગ વ્યક્તિઓ અથવા 60 વર્ષ કે તેથી વધુ વયની વ્યક્તિ, અથવા તો પરિવાર વિહીન એકલ મહિલા, એકલ પુરુષને સદર યોજના હેઠળ સમાવવામાં આવશે. તમામ આદિવાસી પરિવારો. જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડુતો, કુંભારો, ચામડાનું કામ કરનારાઓ, ( ટેનરો ), વણકર, લુહાર, સુથાર જેવા ગ્રામીણ કારીગરો ઝૂંપડપટ્ટીમાં રહેનારાઓ, અને ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં અનૌપચારિક ક્ષેત્રમાં રોજિંદા ધોરણે રોજગાર મેળવનારા લોકો જેવા કે, કુંભારો, કુલીઓ, રિક્ષાચાલકો, હાથ લારી ખેંચનારાઓ, ફળ અને ફૂલ વેચનારાઓ, સાપના ખેલ દર્શાવતા મદારીઓ, કચરો વીણનારાઓ, મોચી, અને અન્ય તે પ્રકારના લોકો. ગરીબી રેખા નીચેના તમામ એચ. આઇ. વી. પોઝીટિવ વ્યક્તિઓના પરિવારો પાત્ર ગણાશે. યોજનાઓનો ઉપયોગ કેવી રીતે કરવો વધુ વિગતો જાણવા માટે તમે તમારી નજીકની રેશન શોપનો સંપર્ક કરી શકો છો. આ યોજનાનો લાભ કઈ રીતે મેળવશો? યોજનાની વધુ વિગતો માટે નજીકની વ્યાજબી ભાવની દુકાન (રેશન શોપ) નો સંપર્ક કરી શકાય છે.