આત્મનિર્ભર ભારત પેકેજ 3.0 હેઠળ કોવિડ પુન:વસન તબક્કા દરમિયાન ઔપચારિક ક્ષેત્રે રોજગાર વધારવા અને નવી રોજગારની તકોના સર્જનને પ્રોત્સાહન આપવા માટે " આત્મનિર્ભર ભારત રોજગાર યોજના " શરૂ કરવામાં આવી છે.

સદર યોજના 2020 – 2023 ના સમયગાળા માટે કાર્યરત રહેશે.

લાભાર્થીઓ

યોજના હેઠળના લાભાર્થીઓ (નવા કર્મચારીઓ)

15000 / - થી ઓછું વેતન ધરાવતા કર્મચારીઓ કે જેઓ 1 ઓક્ટોબર, 2020 પહેલાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ( EPFO ) હેઠળ નોંધાયેલ કોઈ પણ સંસ્થામાં કામ કરતો ન હોય અને તે 1 ઓક્ટોબર, 2020 પહેલાં યુનિવર્સલ એકાઉન્ટ નંબર અથવા ઇપીએફ સભ્ય એકાઉન્ટ નંબર ધરાવતો ન હોય.

યુનિવર્સલ એકાઉન્ટ નંબર (યુએએન) ધરાવતા કોઈપણ ઇપીએફ સભ્ય, જેનું માસિક વેતન રૂ. 15000 / - થો ઓછું હોય અને જેમણે કોવિડ રોગચાળા દરમિયાન એટલે કે, 01 – 03 – 2020 થી 30 – 09 – 2020 દરમિયાન રોજગાર ગુમાવ્યો હોય અને 30 – 09 - 2020 સુધીમાં અન્ય કોઈપણ ઇપીએફ હેઠળ આવરી લેવામાં આવેલ સંસ્થામાં રોજગાર મેળવેલ ન હોય.

સંસ્થાઓ માટે પાત્રતાના માપદંડો

ઇપીએફઓ હેઠળ નોંધાયેલ સંસ્થાઓ દ્વારા જો તેઓ સપ્ટેમ્બર, 2020 ના કર્મચારીઓના સંદર્ભના આધારની તુલનામાં જો નીચે મુજબના નવા કર્મચારીઓ ઉમેરવામાં આવશે :

સંદર્ભ માટેનો આધાર 50 કર્મચારીઓ અથવા તેનાથી ઓછા હોય તો ઓછામાં ઓછા બે નવા કર્મચારીઓ.

સંદર્ભ માટેનો આધાર 50 કર્મચારીઓ કરતાં વધુ હોય તો ઓછામાં ઓછા પાંચ નવા કર્મચારીઓ.

લાભ :

ભારત સરકાર 1 ઓક્ટોબર, 2020 થી અથવા તેના પછી અને 30, જૂન, 2021 સુધીમાં જોડાયેલ નવા કર્મચારીઓના સંદર્ભમાં નીચે પ્રમાણે બે વર્ષ માટે સબસિડી આપશે.

1000 જેટલા કર્મચારીઓને રોજગારી આપતી સંસ્થાઓ: કર્મચારીનું યોગદાન ( વેતનના 12% ) અને એમ્પ્લોયરનું યોગદાન ( વેતનના 12% ) વેતનના કુલ 24%.

1000 થી વધુ કર્મચારીઓને રોજગારી આપનારી સંસ્થાઓ: ફક્ત કર્મચારીનું ઇપીએફ યોગદાન ( ઇપીએફ વેતનના 12% )

પાત્રતા ધરાવતા નવા કર્મચારીના આધાર કાર્ડ આધારિત ઇપીએફઓ ખાતા ( યુએએન ) માં આગળના ભાગમાં ક્રેડિટ મેળવવા માટે સબસિડીનો સપોર્ટ.

સોર્સ: પી.આઇ.બી.