યોગ્ય માત્રામાં, યોગ્ય કારણો માટે આપવામાં આવે ત્યારે આ દવા બિમારીને ઝડપથી કાબુમાં લાવી શરીરને થતું નુક્સાન અટકાવે છે. આ દવા બિમારીને કાબુમાં લાવતી મુખ્ય દવાઓ સાથે જ આપવામાં આવે છે. આ દવાઓ શક્ય હોય તેટલી નાની માત્રામાં તથા ટુંકા સમય માટે આપવામાં આવે છે. આ દવા સામાન્ય રીતે સવારે જ આપવામાં આવે છે. આ દવા જમ્યા પછી જ લેવી જોઇએ. આ દવા સાથે કેલ્શીયમ / વીટામીન ડી લેવુ જરૂરી છે. અયોગ્ય માત્રામાં, અયોગ્ય કારણોસર આપવામાં આવે તો આ દવા ખુબ જ નુક્સાન કરી શકે છે. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)