આ દવા રૂમેટોઈડ આર્થરાઈટીસ, એસ એલ ઈ વગેરે રોગોમાં વાપરી શકાય છે. આ દવા શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે અને શરીરના અંગોને નુક્સાન થતું અટકાવે છે. આ દવા ગોળી / પ્રવાહી સ્વરૂપે આપવામાં આવે છે. આ દવાની માત્રા ધીમે ધીમે વધા૨વામાં આવે છે. આ દવા શરૂ ક૨તા પહેલા તથા પછી નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો, લીવ૨, કીડની ની તપાસ ક૨વામાં આવે છે. આ દવાની પુરી અસ૨ આવતા ૪ મહીનાનો સમય લાગી શકે છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. સતત ઝીણો તાવ ૨હેવો. શરીર ઉપ૨ ઝીણા લાલ દાણા નીકળવા. પેઢા, પેશાબમાં લોહી પડવું ડામ૨ જેવો ચીકણો, પાતળો ઝાડો થવો. આખા શરીર ઉપર સોજો આવવો / પગના પંજામાં સોજા આવવા. શ્વાસ ચડવો. ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી માતાને આ દવા આપી શકાય છે. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)