રૂમેટોઈડ આર્થરાઈટીસ, સ્પોંન્ડીલોઆર્થરાઈટીસ, જુવેનાઈલ ઈડીયોપથીક આર્થરાઈટીસ (બાળકોના વા) માં આ દવા વાપરી શકાય છે. આ દવા વાને કાબુમાં લાવી સાંધાને થતું નુક્સાન રોકે છે. આ દવા નાની માત્રામાં શરૂ કરી ધીમે ધીમે વધા૨વામાં આવે છે. આ દવાની અસ૨ આવતા ૮-૧૨ અઠવાડીયાનો સમય લાગી શકે છે. આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨બાદ નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો અને લીવ૨ની તપાસ કરવામાં આવે છે. સલ્ફા એલર્જીના દર્દીઓને આ દવા આપી શકાતી નથી જો આપને સલ્ફા દવાઓની એલર્જી હોય તો આપના ડોકટ૨ને જણાવવું. G6PDની ઉણપ ધરાવતા દર્દીઓને આ દવાની આડઅસ૨ થઈ શકે છે. આ દવા લેતા પુરૂષોમાં શુક્રાણુની માત્રા ઘટી શકે છે. ભવિષ્યમાં બાળક ઈચ્છતા પુરૂષ દર્દીઓએ પોતાના ડોકટ૨ને જાણ ક૨વી જોઈએ. આ દવા બંધ ર્ક્યા પછી શુક્રાણુની સંખ્યા નોર્મલ થઈ જાય છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. શરીર ઉપ૨ ખંજવાળ આવવી, લાલ દાણા થવા, પિત્ત થવું તાવ, ગળામાં સોજો અને દુ:ખાવો સતત રહેવો. પાતળા જુલાબ તથા ઉલટી થવી પેઢા, પેશાબમા લોહી પડવું, ડામ૨ જેવો ચીકણો ઝાડો થવો. ગર્ભાવસ્થા અને સ્તનપાન કરાવતી માતાને આ દવા આપી શકાય છે. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)