રૂમેટોઈડ આર્થરાઈટીસ, સોરીયાટીક આર્થરાઈટીસ, જુવેનાઈલ ઈડીયોપથીક આર્થરાઈટીસ (બાળકોના વા), એસ એલ ઇ વગેરે બિમારીઓમાં આ દવા વાપરવામાં આવે છે. આ દવા શરીરની રોગ પ્રતીકારક સિસ્ટમની ખામીઓને સુધારી બિમારીને કાબુમાં લાવે છે અને શરીરના અંગોને નુક્સાન થતું અટકાવે છે. આ દવા સામાન્ય રીતે દ૨ અઠવાડીયાના એક/બે નિયત દિવસે લેવામાં આવે છે. આ દવા ગોળી અથવા ઈન્જેકશન સ્વરૂપે આપી શકાય છે. આ દવા નાની માત્રામાં શરૂ કરી ધીમે ધીમે વધા૨વામાં આવે છે. આ દવાની અસ૨ આવતા ૮-૧૨ અઠવાડીયાનો સમય લાગી શકે છે. આ દવા શરૂ ક૨તા પહેલા તથા પછી નિયમ અનુસાર સમયાંતરે ૨ક્તકણો, લીવ૨ની તપાસ ક૨વામાં આવે છે નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. ઝીણો તાવ, ગળામાં દુ:ખવું શરીર ઉપ૨ ઝીણા લાલ દાણા આવવા મોઢામાં ચાંદી પડવી પેશાબમાં લોહી પડવું ખૂબ જ વાળ ખ૨વા શ્ર્વાસમાં તકલીફ થવી અચાનક નબળાઈ, અતિશય થાક લાગવો ઉલ્ટી, ઉબકા થવા, ભુખ ઓછી થઈ જવી ગર્ભાવસ્થા દ૨મિયાન અને સ્તનપાન કરાવતી માતાને આ દવા આપી શકાતી નથી. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)