રૂમેટોઈડ આર્થરાઈટીસ, જુવેનાઈલ ઈડીઓપેથીક આર્થટાઈટીસ (બાળકોના વા), એસ એલ ઈ વગેરે બિમારીમાં આ દવા આપવામાં આવે છે. આ દવા ગોળી સ્વરૂપે આપવામાં આવે છે. આ દવાની પુરી અસ૨ આવતા ૬ મહીનાનો સમય લાગી શકે છે. આ દવા શરૂ ક૨તા પહેલા અને ત્યા૨ બાદ આંખની તપાસ સમયાંતરે કરવામાં આવે છે. G6PDની ઉણપ ધરાવતા દર્દીઓને આ દવાની આડઅસ૨ થઈ શકે છે. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. આખા શરીર ઉપ૨ ખંજવાળ આવવી. શરીર ઉપ૨ લાલ દાણા આવવા. આ દવાથી ચામડીનો રંગ શામળો થઈ શકે છે. આંખમાં ઝાંખપ આવવી. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)