ડાઇક્લોફેનાક, ઇન્ડૉમેથાસીન, નિમેસ્યુલાઇડ, નેપરોક્સેન, ઇટોરીકોક્સીબ વગેરે આ પ્રકારની દવાઓ છે. આ દવા શરીરની અંદર ઇન્ફ્લેમેશન ( સોજો તથા દુખાવો ) ઓછું કરે છે. બિમારી કાબુમાં લાવતી દવાઓ કામ કરે ત્યાં સુધી આ દવાઓ પીડામાં રાહત આપે છે. આ દવાઓની માત્રા શક્ય હોય તેટલી નાની રાખવામાં આવે છે. આ દવાઓ જમ્યા પછી જ લેવી જોઇએ તથા સમયાંતરે કીડનીની તપાસ કરવી જોઇએ. નીચે મુજબના ચિન્હો જણાય તો દવા બંધ કરી આપના ડોકટ૨નો સંપર્ક ક૨વો. પેટમાં દુખાવો થવો, એસીડીટી / બળતરા થવી. આખા શરીર ઉપર સોજો આવવો / પગના પંજામાં સોજા આવવા. શ્વાસ ચડવો. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)