ગાઉટ નામના વા સિવાય સાંધાના કોઇ પણ વા ને ખોરાક સાથે સીધો સંબંધ નથી. ગાઉટ નામનો વા ધરાવતા દદીઁઓ કઠોળ સહીત બધોજ શાકાહારી ખોરાક લઇ શકે છે.આ દદીઁઓએ નોનવેજ ખોરાક ટાળવો જોઇએ. ખટાશ ખાવાથી સાંધાના વા ની તીવ્રતામાં કોઇ ફરક પડતો નથી. ખટાશ ખાવાથી દુખાવો વધતો નથી, ખટાશ બંધ કરવાથી વાની બિમારી મટતી નથી. વા ના દદીઁઓએ પચવા માં હળવો અને પોષ્ટીક ખોરાક પોતાની તાસીર મુજબ લેવો જોઇએ. પગ ના સાંધા ઉપર અસર ધરાવતા દદીઁઓ એ પોતાનુ વજન વધે નહી તેની કાળજી લેવી જોઇએ. સ્ત્રોત : ગુજરાત રૂમૅટોલૉજી એસોસિયેશન (રાગ)