સ્થૂળતા એ એક એવી સ્થિતિ છે, જેમાં શરીરની એડિપોઝ પેશીમાં વધારાની ચરબી સામાન્યપણે એકઠી થાય છે અને શરીરના ઇચ્છનીય વજન કરતા 20 ટકા વધારો થાય છે. સ્થૂળતાની કેટલીક નકારાત્મક આરોગ્ય અસરો છે ને તે અકાળે મૃત્યુ તરફ પણ લઈ જઈ શકે છે. સ્થૂળતાને કારણે લોહીનું ઊંચુ દબાણ, લોહીમાં કોલેસ્ટેરોલનું ઊંચુ પ્રમાણ, હ્રદય રોગ, ડાયાબીટીસ, પિત્તાશયની પથરી અને ચોક્કસ પ્રકારના કેન્સર થાય છે. અતિ આહાર અને શારીરિક પ્રવૃત્તિમાં ઘટડો સ્થૂળતા તરફ લઈ જાય છે. જોકે, જનીની પરિબળ પણ સ્થૂળતા માટે જવાબદાર છે. સ્થૂળતાના કારણો સ્થૂળતા અને વધારે પડતું વજન આહારરૂપે લેવાતી શક્તિ અને તેના ખર્ચ વચ્ચેના સતત અસંતુલનને કારણે થાય છે. આહારમાં લેવાતા ચરબીના મોટા પ્રમાણને કારણે પણ સ્થૂળતા સર્જાય છે. સંકુલ વર્તન અને માનસિક પરિબળો પણ અતિ આહારનું કારણ છે અને તે સ્થૂળતા તરફ લઈ જાય છે. શક્તિના વપરાશમાં ચયાપચયની ક્ષતિઓ પણ ચરબીનું એકત્રીકરણ વધારી શકે. બાળપણ અને કિશોરાવસ્થામાં સ્થૂળતા પુખ્ત વયે સ્થૂળતા તરફ દોરી જાય છે. Weight- શરીરનું આદર્શ વજન શરીરનું ઇચ્છનીય વજન એ યુવાન પુખ્ત વ્યક્તિનું તેની શ્રેષ્ઠ શારીરિક કામગીરી વખતે તેની ઊંચાઈના પ્રમાણમાં વજન છે. આ માટે સૌથી સામાન્યપણે ઉપયોગમાં લેવાતું માપ શરીર દળ સૂચકાંક (બોડી માસ ઇન્ડેક્સ – બીએમઆઈ) છે. અને તે મીટરમાં ઊંચાઈના વર્ગ દ્વારા કિલોગ્રામમાં વજનને ભાગવાથી મળે છે. (વજન-કિલો\ ઊંચાઈ-મીટરનો વર્ગ) બીએમઆઈ <18.5 : કુપોષિત > 25 : વધારે વજન >30 :સ્થૂળ વજન કઈ રીતે ઘટાડવું તળેલો ખોરાક ઓછો ખાઓ ફળો અને શાકભાજી વધારે ખાઓ આખું અનાજ, દાળ અને ફણગાવેલા કઠોળ જેવો રેસાથી ભરપૂર ખોરાક વધારે ખાઓ શરીરના વજનને સામાન્ય મર્યાદામાં રાખવા માટે નિયમિત કસરત કરો. શરીરના વજનમાં ધીમો અને સ્થિર ઘટાડો કરવાની સલાહ છે. અત્યંત ઉપવાસ આરોગ્યને નુકસાનકારક છે. તમારી શારીરિક પ્રવૃત્તિને સંતુલિત કરવા જરૂરી વૈવિધ્યપૂર્ણ આહાર લો. નિયમિત અંતરાલે મર્યાદિત ભોજન ખાવ ખાંડ, ચરબીવાળો ખોરાક અને દારુનું સેવન ઘટાડો ઓછી ચરબીવાળા દૂધનું સેવન કરો. વજન ઘટાડતો આહાર પ્રોટિનથી ભરપૂર અને કાર્બોહાઇડ્રેટ તથા ચરબીમાં ઓછો હોવો જ જોઇએ. સ્ત્રોત: Mayo Clinic