ચિકુનગુનીયા એટલે શું? ચિકુનગુનીયા (ચિકુનગુનીયા વાઇરસ રોગ કે ચિકુનગુનીયા તાવ) એ ખતરનાક, પરંતુ બિન-ઘાતક, વાઇરલ બીમારી છે, જે ચેપી મચ્છરના દંશથી ફેલાય છે. તે ડેંગ્યુ તાવ જેવો છે. ચિકુનગુનીયાથી અસરગ્રસ્ત રાજ્યો કયા છે? ચિકુનગુનીયાની અસર પામેલા રાજ્યો આંધ્રપ્રદેશ, કર્ણાટક, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તમિળનાડુ, ગુજરાત અને કેરળ છે. તા. 9.8.2006 સુધીમાં આ રાજ્યોમાં નોંધાયેલા શંકાસ્પદ ચિકુનગુનીયા તાવના કેસો અત્રે આપ્યા છે: ક્રમ રાજ્ય શંકાસ્પદ ચિકુનગુનીયા તાવના કેસોની સંખ્યા મૃત્યુની સંખ્યા 1. આંધ્રપ્રદેશ 110618 0 2. કર્ણાટક 670438 0 3. મહારાષ્ટ્ર 216455 0 4. તમિળનાડુ 43580 0 5. મધ્યપ્રદેશ 44966 0 6. ગુજરાત 22963 0 7. કેરળ 13 0 કુલ 1109033 ભૂતકાળમાં ચિકુનગુનીયાનો રોગચાળો ક્યારે ફાટી નીકળ્યો હતો? ભારતમાં ચિકુનગુનીયા તાવનો રોગચાળો ગઈ સદીમાં નોંધાયો હતો. 1963 (કોલકાતા), 1965 મધ્યપ્રદેશમાં સાગર અને મહારાષ્ટ્રમાં નાગપુર) અને 1973 (મહારાષ્ટ્રમાં બારસી). ત્યારબાદ, 1983 અને 2000માં મહારાષ્ટ્રમાં ખાસ કરીને છુટાછવાયા કેસો નોંધાયા હતા. ચિકુનગુનીયા માટે કયો ચેપી કારક જવાબદાર છે? ચિકુનગુનીયા ચિકુનગુનીયા વાયરસથી થાય છે, જેનું તોગાવાઇરીડી કુળ, આલ્ફાવાયરસ જાતિમાં વર્ગીકરણ થાય છે. ચિકુનગુનીયા કઈ રીતે ફેલાય છે? ચિકુનગુનીયા એડીસ મચ્છર (એડીસ ઇજીપ્તી)ના દંશથી ફેલાય છે. મચ્છરો માટે મનુષ્યો ચિકુનગુનીયા વાયરસનો સૌથી મોટો સ્રોત મનાય છે. તેથી, મચ્છરો સામાન્યપણે પ્રથમ ચેપી મનુષ્યને કરડીને પછી બીજી વ્યક્તિને કરડી આ રોગને ફેલાવે છે. એક ચેપી વ્યક્તિ સીધેસીધો બીજા લોકોને ચેપ લગાડતી નથી. (એટલે કે તે ચેપીરોગ નથી.) એડીસ ઈજીપ્તી મચ્છર દિવસ દરમિયાન કરડે છે