માતૃ બાલ સુરક્ષા કાર્ડ વિશેની માહિતી આપેલ છે પ્રોટીન-કેલરી માલન્યુટ્રીશન (કુપોષણ) (પીસીએમ) એ મરાસ્મસ (વૃધ્ધિ નિષ્ફળતા અને વ્યય લાક્ષણિકતા તરીકે) અને ક્વાશીઓરકર (પ્રોટીન ઉણપ) કે જે પેશીઓ પર સોજા અને નુકસાન તરીકે જોઈ શકાય છે. પીસીએમ ને કારણે ઓરી, અછબડાં અને ન્યુમોનિયાથી મૃત્યુનો ખતરો વધે કારણો ક્વાશીઓરકર અને મરાસ્મસ નવજાતમાં અને બાળપણમાં જ્યારે ખોરાકમાં લીધેલો એમિનો એસિડ વિકાસની જરૂરિયાત માટે અપૂરતો હોય ત્યારે સામાન્ય રીતે દેખાય છે. ક્વાશીઓરકર ૧ વર્ષની ઉંમરની આસપાસ થાય છે. આ ઉંમરમાં બાળકને માતાનું સ્તનપાન છોડાવી પ્રોટીનની ઉણપવાળાં કાંજીમય પ્રવાહી અથવા ખાંડયુક્ત પાણી આપવામાં આવે છે. પરંતુ તે નવજાત અવસ્થામાં કોઈપણ સમયે લાગુ પડી શકે છે. મરાસ્મસ ૬ થી ૧૮ મહિનાનાં બાળકોને સ્તનપાન છોડાવાને કારણે અથવા વારંવારનાં ઝાડાને કારણે લાગુ પડી શકે છે. ચિહનો અને લક્ષણો લાંબા સમયથી લાગુ પડેલ પીસીએમ માટે બાળકો તેમની સમયાનુક્રમિક ઉમરથી નાનાં છે. તેઓ શારીરિક રીતે નિષ્ક્રિય, માનસિક સંવેદનાવિહિન તથા વારંવાર ચેપ લાગુ પડી શકે તેવી અવસ્થામાં હોય છે. તેઓમાં અરૂચિ અને ઝાડા સામાન્ય છે. તીવ્ર પીસીએમમાં બાળકો નાનાં, પાતળાં, દુબળાં, પુષ્ટ માંસપેશીઓવિહિન હોય છે. તેઓની ત્વચા સૂકી અને ઘેરદાર હોય છે. તેમનાં વાળ ઓછા, ઝાંખા ભૂખરાં અથવા લાલાશપડતાં પીળાં હોય છે. તેમનાં શરીરનું તાપમાન નીચું હોય છે. નાડી દર અને શ્વાચ્છોશ્વાસ ધીમા હોય છે. આવા બાળકો નબળાં, ચીડીયા તથા તેમને મંદાગ્નિની શક્યતાઓ હોવા છતાં તે ભુખ્યા હોય છે. તેમને ઉબકાં અને ઉલટી આવે છે. લાંબાગાળાનાં કવાશીઓરકરનાં દર્દીની ઉંચાઈમાં વધારો થાય છે. પરંતુ તેમની પુષ્ટ પેશીઓમાં રહેલ ચરબીનો ઉર્જા માટે ચયાપચયમાં ઉપયોગ થવાને કારણે ઘટાડો થાય છે. સોજાનાં કારણે સ્નાયોનો વ્યય, શુષ્ક અને ફીક્કી ત્વચા અને હિપેટોમિગેલી સામાન્ય છે. બીજા તબક્કાનાં પીસીએમમાં મરાસ્મસ જેવાં લક્ષણો જોઈ શકાય છે. સામાન્ય રીતે પુષ્ટ પેશીઓનાં નુકસાનને કારણે પાતળું દુર્બળ શરીર, સુસ્તી, સોજો વગેરે દેખાય છે.