ડો. સંજય પંડ્યાએ તેમની એમ. ડી. મેડીસીનની ડિગ્રી ૧૯૮૬માં શ્રી એમ.પી. શાહ મેડીકલ કોલેજ, જામનગરથી મળવી. ત્યારબાદ ડો. પંડ્યાએ તેમની કિડની વિષયની સુપરસ્પેશ્યાલીટી ડિગ્રી ૧૯૮૯મા ડો. એચ. એલ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન નીચે મેળવી ડો. પંડ્યા આ ડિગ્રી મેળવનાર ગુજરાતના બીજા તબીબ છે. ડો. પંડ્યા છેલ્લાં ૧૬ વર્ષથી રાજોકોતમાં કિડની નિષ્ણાત – નેફ્રોલોજીસ્ટ તરીકે તેમની સેવા આપે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં કિડનીના દર્દીઓની સારવાર અને ડાયાલિસિસની સુવિધા શરૂ કરવાનો શ્રેય તેમને ફાળે જાય છે. આ ઉપરાંત કિડનીના રોગોને અટકાવવાના ઉપાયો અને સારવાર વિશે મેડીકલ કોલેજ, જુદા જુદા શહેરોના ડોકટરો, કોલેજના વિદ્યાથીઓ અને સામાજિક સંસ્થાઓમાં ઘણા પ્રવચનો આપી આ વિષયની જાગૃતિ માટે પ્રયત્ન કરેલ છે. ડો. પંડ્યાએ “પ્રેક્ટીકલ ગાઈડ લાઈન્સ ઓન ફ્લ્યુડ થેરેપી” નામનું પુસ્તક ડોકટરો માટે લખેલ છે. આ વિષય પરનું ભારતનું આ સૌ પ્રથમ પુસ્તક હોવાથી, તે દેશભરમાં ખુબ જ લોકપ્રિય થયેલ છે. આ વિષય પર ડો. પંડ્યા ભારતની ઘણી જુદી જુદી પ્રતિષ્ઠિત મેડીકલ કોલેજમાં પ્રવચનો આપેલ છે અને તે માટે ખુબ જ પ્રસંશા મેળવેલ છે સ્ત્રોત: કિડની એજ્યુકેશન ફાઉન્ડેશન