અનુ વિગતો ૧ યોજનાનું નામ/પ્રકાર મુખ્યમંત્રી અમૃતમ યોજના ૨ યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આ યોજના રાજયના તમામ જિલ્લાના ગ્રામ્ય તેમજ શહેરી વિસ્તારના (નગરપાલિકા વિસ્તાર, મહાનગર પાલિકા વિસ્તાર અને નોટીફાઇડ એરીયા) ગ્રામ્ય વિકાસ વિભાગ અને શહેરી વિકાસ વિભાગ હેઠળ નોંધાયેલા ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબ (મહત્તમ પ વ્યકિત સુધી) ને લાગુ પાડવામાં આવી છે. તેમજ ચાલુ વર્ષે યોજના અંતર્ગત “વાર્ષિક રૂ. ૧.૨૦ લાખથી ઓછી આવક ધરાવતા નીચલા મધ્યમ વર્ગના પરિવારોની તમામ મહિલાઓ અને તેમના ૨૧ વર્ષથી ઓછી ઉંમરના બાળકો’’ ને લાભ આપવામાં આવશે. ૩ યોજના અંતર્ગત સહાય/લાભ આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્ઠ સારવાર બર્ન્સ કેન્સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે કુટુંબદિઠ વાર્ષિક મહત્તમ રૂ.૨,૦૦,૦૦૦/-(અંકે રૂપિયા બે લાખ) સુધીની કેશલેશ સારવાર આપવામાં આવે છે. ૪ યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજના હેઠળ હદય મગજ અને કીડનીને લગતી ધનિષ્ઠ સારવાર બર્ન્સ કેન્સર ગંભીર ઇજાઓ તેમજ નવજાત શિશુઓના રોગો જેવી ગંભીર બિમારીઓ માટે નિયત સારવાર પેકેજીસ નકકી કરેલ છે. જે અનુસાર યોજના હેઠળ કરારબધ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ મળવા પાત્ર થાય છે. ૫ યોજનાનો લાભ કયાંથી મળશે. આ યોજના હેઠળ નિયત ચેકલીસ્ટ અનુસાર સગવડતા ધરાવતી સરકારી/અનુદાન મેળવતી સંસ્થાઓ/ ખાનગી હોસ્પિટલોને કરારબધ્ધ કરવામાં આવેલ છે. આ કરારબધ્ધ થયેલ હોસ્પિટલમાં લાભાર્થીને સારવારનો લાભ આપવામાં આવે છે. સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ