અનુ વિગતો ૧ યોજનાનુંનામ/પ્રકાર કસ્તુરબા પોષણ સહાય યોજના ૨ યોજનાનાલાભાર્થીનીપાત્રતાનાંમાપદંડ શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ. ત્રણ બાળકો સુધીની પ્રસુતિ માટે સૂચવ્યા પ્રમાણે રૂા.૬૦૦૦/- ની નકકી કરેલ રકમ ત્રણ તબકકામાં એટલે કે પ્રતિ તબકકે રૂા.૨૦૦૦- ઠરાવેલ શરતોથી સહાય આપવાની રહેશે. જે જિલ્લાઓમાં ઇન્દીરા ગાંધી માતૃત્વ સહયોગ યોજના લાગુ પડતી હોય ત્યાં તેના લાભાર્થી ન હોય તેને જ આ યોજનાનો લાભ મળશે. ૩ યોજનાઅંતર્ગતસહાય/લાભ સગર્ભાવસ્થામાં પ્રથમ ત્રિમાસિક ગાળામાં મમતાદિવસે નોંધણી કરાવવાથી રૂ.૨૦૦૦/-ની સહાય. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયામાં રૂ.૨૦૦૦/- ની સહાય. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ. ૨૦૦૦/- ની સહાય.. આમ, કુલ રૂ. ૬૦૦૦/- ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે. ૪ યોજનાનોલાભમેળવવામાટેનીપધ્ધતિ લાભાર્થી એ મમતા દિવસે સગર્ભાવસ્થાના પ્રથમ ત્રિમાસિક ગાળામાંએફ.એચ. ડબ્લ્યુ. પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે. ગરીબી રેખા હેઠળ ની સગર્ભા માતાએ સુવાવડ સરકારી દવાખાના અથવા ચિરંજીવી યોજના હેઠળના દવાખાનામાં કરાવવાથી બીજો હપ્તો મળવાપાત્ર થશે. ગરીબી રેખા હેઠળની માતાના બાળકને બાળકના જન્મ બાદ ના ૯ માસ પછી અને ૧૨ મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન - એ આપ્યા બાદ અને સંપુર્ણ રસીકરણ પુર્ણ કરાવ્યા બાદ ત્રીજો હપ્તો મળવાપાત્ર થશે. ૫ યોજનાનોલાભકયાંથીમળશે. નાણા સીધા લાભાર્થીના ક્રોસ ચેકથી બેંક ખાતામાં/ પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે. સ્ત્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ