પ્રાથમિક સારવારની માહિતી હોવી એ દરેક વ્યક્તિતની જવાબદારી છે. કોઇ વ્યકિતને ઇજા અથવા જખ્મી (વેદના) થઈ હોય ત્યો બીજી વ્યક્તિ તેને મદદ કરે સહાય કરે છે એ માનવીની જન્મજાત વૃત્તિ છે. દિવસો દિવસ પ્રાથમિક સારવારની મહત્ત્વતા વધતી જાય છે. જે વ્યક્તિને તાત્કાલિક ઔષધો પ્રાપ્ત ન થાય અને અચાનક બીમાર પડે અથવા અકસ્માત વખતે લોકો તેને પ્રાથમિક સારવાર આપતાં હોય છે. પ્રાથમિક સારવારનું મુખ્ય ધ્યેય જીવનને બચાવવું સ્વાસ્થ્ય પ્રાપ્તીમાં ઝડપથી વિકાસ આપત્તિની બેહાલ પરિસ્થિતીને જલ્દી અટડાવવું સંકટમાંથી બચવાના કેટલાક લક્ષનો નીચે પ્રમાણે વ્યક્તિએ ઇજાગ્રસ્ત લોકો પાસે સમયરસ પહોચવુ જોઇએ અને તેઓને બચાવવું જોઇએ. વ્યક્તિએ આવી પ્રવૃતિમાં પોતાની જાતને સ્વસ્થ્ય, સાવધ અને ઝડપી (પ્રવૃતિમય) રાખવું તેની ઇજા અને તેઓની પ્રકૃતિ વિશેની જાણકારી હોવી જોઇએ. પ્રાથમિક સારવારની પધ્ધતિને જાણી લેવું જોઇએ અને યોગ્ય ઉપચાર આપવું. ઇજાગ્રસ્ત લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવા જોઇએ અને તેઓને યોગ્ય ડાઁક્ટરને બતાવવું. સ્ત્રોત:આરોગ્ય.કૉમ