યોજના શરૂ થયાનું વર્ષ ૧૯૯૭ યોજનાનું નાણાંકીય સ્ત્રોત રાજ્ય સરકારશ્રી તરફથી અનુદાન યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ આંગણવાડી ના તમામ બાળકો તેમજ પ્રાથમિક, ઉચ્ચતર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક (ધો.૧ થી ધો.૧૨) ખાનગી તથા સરકારી શાળાના તમામ વિધાર્થીઓ. તથા શાળાએ ન જતાં નવજાત શિશુથી ૧૮ વર્ષ સુઘીના તમામ બાળકો યોજના અંતર્ગત લાભ ૧. આરોગ્ય તપાસ અને સારવાર, ૨. સંદર્ભ સેવા, ૩. વિના મૂલ્યે ચશ્મા વિતરણ ૪. હૃદય, કિડની, તેમજ કેન્સર જેવા ગંભીર રોગની કિડની પ્રત્યારોપણ સહિતની સારવાર ૫. કોકલીયર ઇમ્પ્લાન્ટ તથા જન્મજાત કપાયેલા હોઠ અને તાળવા તથા જન્મજાત બધિઅરતા, માનસિક રોગોની સારવાર ૫. ૪-ડી પ્રમાણે ૩૦ પ્રકારના રોગોની સારવાર યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ અને સારવાર તબીબી અધિકારી/આર.બી.એસ.કે.ટીમ દ્વારા કરવામાં આવે છે. વધુ સારવારની જરૂર જણાય તો સી.એચ.સી./ હોસ્પિટલમાં સંદર્ભ સેવા આપવામાં આવે છે. જેનું સંદર્ભકાર્ડ તબીબી અધિકારી દ્વારા ભરી આપવામાં આવે છે. હૃદય, કિડની,કેન્સર તથા ઉપર મુજબની ગંભીર બીમારીવાળા બાળકોને રાજ્યની એપેક્ષ હોસ્પિટલમાં વિના મૂલ્યે સારવાર આપવામાં આવે છે. યોજનાનો લાભ કયાંથી મળશે. નજીકના સરકારી દવાખાનામાં, પ્રા.આ.કેન્દ્ર, સા.આ.કેન્દ્ર, અર્બન હેલ્થ સેન્ટર અને જનરલ હોસ્પિટલ સ્ત્રોત - આરોગ્ય વિભાગ મહેસાણા