યોજના શરૂ થયાનું વર્ષ ઓગષ્ટ ૨૦૦૮ યોજનાનું નાણાકીય સ્ત્રોત · ગુજરાત સરકારશ્રીના બજેટમાં અંદાજીતપત્રીય જોગવાઇ હેઠળ મુખ્ય સદર ૨૨૧૧ પરિવાર કલ્યાણ સદરે મંજૂર થયેલ જોગવાઇમાંથી નાણાકીય સ્ત્રોત. યોજનાના લાભાર્થીની પાત્રતાનાં માપદંડ ફક્ત (બી.પી.એલ.) કુટુંબો, બીડી વર્કર, રેલ્વે પોર્ટર (કુલી), MNREGA લાભાર્થીઓ બીલ્ડીંગ અને અધર કન્સટ્રક્શનના લાભાર્થીઓ,બીડી કામદાર હેન્ડલુમ કામદાર જેના નામ સરકારશ્રીની યાદીમાં છે. તે કુટુંબના કુલ ૫ સભ્યો, કુટુંબના વડા, પત્ની અને ત્રણ સભ્યો આ યોજનામાં સમાવવામાં આવશે. નવજાત શિશુને છઠ્ઠા વ્યકિત તરીકે લાભ મળશે. યોજના અંતર્ગત લાભ ૩૦૦૦૦ /- સુધીનો આરોગ્ય વીમો તેમજ યોજના હેઠળ એકજ કુટુંબના ૬૦ કે તેથી વધુ ઉંમર ધરાવતા સભ્યોને અલગથી રૂ.૩૦૦૦૦/- નું વીમા કવચ પુરૂ પાડવામાં આવશે. યોજનાનો લાભ મેળવવા માટેની પધ્ધતિ આ યોજનાનો લાભ લેવા માટે જ્યારે આપના વિસ્તારમાં આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન ચાલતું હોય ત્યારે જે કુટુંબનું યાદી નામ હોય, પાસે બી.પી.એલ કાર્ડ હોય, તેને જીસ્ટ્રેશન કરી લઇ કાર્ડ આપવામાં આવશે અને તે કાર્ડનો ઉપયોગ કરી શકશે. યોજનાનો લાભ કયાંથી મળશે. આ યોજનાનો લાભ લેવા મટે જ્યારે આપના વિસ્તારમાં આ યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન ચાલતું હોય ત્યારે જે કુટુંબનું યાદી નામ હોય તેમણે રૂ.૩૦ રજીસ્ટ્રેશન ફી ભરી રજીસ્ટ્રેશન કરાવી લેવાનું રહેશે. માત્ર રજીસ્ટ્રેશન થયેલ કુટુંબોને જ રજીસ્ટ્રેશન થયેલ ખાનગી તથા સરકારી હોસ્પિટલોમાં આ યોજનાનો લાભ મળવાપાત્ર સ્ત્રોત:- આરોગ્ય ખાતુ જિલ્લા પંચાયત મહેસાણા