ટોબેકો કંટ્રોલ એકટ શું છે? ભારત સરકાર દ્વારા તમાકુના નિયંત્રણ માટે સીગારેટ એન્ડ અધર ટોબેકો પ્રોડક્સ એક્ટ (કોટ્પા -૨૦૦૩) નો કાયદો બનાવેલ છે. કાયદાની જુદી જુદી કલમો અને તેનું અમલીકરણ કલમ-૪ : જાહેર સ્થળે ધુમ્રપાન કરવા પર પ્રતિબંધ છે. જે અન્વયે રૂ.૨૦૦ સુધીનો દંડ થઈ શકે છે. કલમ-૫: સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોની જાહેરાત આપવા પર પ્રતિબંધ કલમ-૬ A: ૧૮ વર્ષથી ઓછી ઉંમરની વ્યક્તિને કે વ્યક્તિ દ્વારા તમાકુના વેચાણ પર પ્રતિબંધ કલમ-૬ B: કોઇપણ શૈક્ષણિક સંસ્થાની ૧૦૦ વારની ત્રિજ્યામાં સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ કરવા પર પ્રતિબંધ કલમ-૭,૮ અને ૯: નિર્દિષ્ટ આરોગ્ય વિષયક ચેતવણી વિના સિગારેટ્સ અને તમાકુની અન્ય બનાવટોનું વેચાણ પર પ્રતિબંધ તમાકુ વિષેના તથ્યો · તમાકુનો ઉપયોગ એ અટકાવી શકાય તેવી માંદગી અને મૃત્યુનું સમગ્ર વિશ્વમાં સૌથી મોટું કારણ છે. તમાકુના સેવનને કારણે વિશ્વમાં ૫૫ લાખથી વધુ લોકો મૃત્યુ પામે છે અને કેન્સરના ૧૦૦ કેસો પૈકી ૪૦ કેસો તમાકુના સેવન સાથે સંકળાયેલા છે. તમાકુમાં નિકોટીન નામનું ઝેરી તત્વ છે. તેમજ સીગરેટમાં ૪૦૦૦ થી વધુ કેમીકલ હોય છે. જેમાં ૨૦૦ જેટલા ઝેરી હોય છે. બીડી પણ સિગારેટ જેટલી જ હાનિકારક છે. તમાકુના સેવનથી થતી અસરો લકવો, હ્રદય રોગ, ફેફસાના રોગો, અંધત્વ, નપુંસકતા, કેન્સર (મોઢાનું, ફેફસાનું, શ્વાસનળી, અન્નનળી, હોજરીનું કેન્સર) ટી.બી. વિગેરે રોગો થાય છે.