યોજનાનું નામ: બાળસખા યોજના( એક્ષટેન્ડેડ બાળસખા યોજના) સહાય કોને મળવાપાત્ર છે આ યોજનામાં ગરીબી રેખા હેઠળના (બી.પી.એલ.કાર્ડ ધરાવતા ) કુટુંબના ૩૦ દિવસ સુધીના નવજાત શિશુઓ તથા આવક વેરો ન ભરતા હોય તેવા અનુસૂચિત જન જાતિના તમામ નવજાત શિશુઓને લાભ આપવામાં આવે છે. વાર્ષિક રૂ.ર.૦૦ લાખની આવક ધરાવતા નિયોમીડલ કલાસ કુટુંબના તમામ નવજાત શીશુઓને લાભ આપવામા આવે છે. જે બાળકોનો જન્મ સરકારી દવાખાનામા અથવા ચિરંજીવી યોજના હેઠળ થાય, તેમજ ઘરે જન્મ અથવા દવાખાનેથી ઘરે ગયા પછી ૩૦ દિવસની ઉંમર સુધી યોજનાનો લાભ મળે. આરોગ્ય કાર્યકર અથવા આશા દ્વારા રીફર કરવામા આવે. સહાયનું ધોરણ આ યોજના હેઠળના લાભાર્થી નવજાત શિશુઓને આ યોજનામાં જોડાયેલ ખાનગી બાળરોગ નિષ્ણાંતો દ્વારા તેઓની હોસ્પિટલમાં નવજાત શિશુઓને લગતી કોઈપણ બિમારી માટે નિ.શુલ્ક સેવાઓ આપવામાં આવે છે. બાળરોગ નિષ્ણાંતો શિશુના સગાને વાહનવ્યવહાર પેટે રૂ.ર૦૦/– લેખે વાઉચર ઉપર સહી લઈને તુરંત જ ચૂકવી આપશે તથા સાથે આવનાર આશા કાર્યકરને પ્રોત્સાહન રકમ પેટે રૂ.પ૦/– વાઉચર પર સહી લઈને ચૂકવી આપશે. અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ