કસ્તુરબાયોજનાનું નામ: કસ્તુરબા પોષણ સહાય યોજના સહાય કોને મળવાપાત્ર છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની ગરીબી રેખા હેઠળની સર્ગભા માતાઓ. ૩ બાળકો સુધીની પ્રસુતિ સુધી આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. સહાયનું ધોરણ સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં મમતા દિવસે નોંધણી કરાવવાથી રૂ.ર૦૦૦/– ની સહાય. સરકારી દવાખાનામાં અથવા ચિરંજીવી યોજના અંતર્ગત સુવાવડના પ્રથમ અઠવાડિયે રૂ.ર૦૦૦/– ની સહાય. બાળકની માતાને પોષણ સહાય રૂપે બાળકના જન્મ બાદના ૯ મહિના પછી અને ૧ર મહિના પહેલા મમતા દિવસે ઓરીની રસી સાથે વિટામીન–એ આપ્યા બાદ અને સંપૂર્ણ રસીકરણ પૂર્ણ થયા બાદ રૂ.ર૦૦૦/– ની સહાય આમ કુલ રૂા.૬૦૦૦/– ની સહાય દરેક લાભાર્થી માતાને મળશે. નાણાં સીધા ક્રોસ ચેકથી લાભાર્થીના બંેક ખાતામાં /પોસ્ટ ઓફિસ ખાતામાં જમા થશે. મમતા દિવસે સગર્ભાવસ્થામાં, પ્રથમ છ માસિક ગાળામાં એફ.એચ.ડબલ્યુ પાસે નોંધણી કરાવવાથી લાભ મળવાપાત્ર થશે. અમલીકરણ સંસ્થા આશાકાર્યકર, સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO), આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ