યોજનાનું નામ: ચિરંજીવી યોજના સહાય કોને મળવાપાત્ર છે ચિરંજીવી યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતી કોઈપણ પ્રસુતા માતા અને અનુસુચિત જનજાતિની માતા સરકાર દવારા નકકી કરાયેલા ખાનગી દવાખાનામાં વિનામૂલ્યે પ્રસુતિ કરાવી શકે છે. ગરીબી રેખા હેઠળ જીવતી કોઈપણ સગર્ભા મહિલા તથા એ.પી.એલ કાર્ડ ધરાવતી પરંતુ આવકવેરો ન ભરતી અનુસૂચિત જનજાતિની તમામ સગર્ભા મહિલાઓને આ લાભ મળશે. જે લાભાર્થી પાસે બી.પી.એલ કાર્ડ ઉપલબ્ધ ન હોય તેમણે તેઓના વિસ્તારનાં તલાટી કમ મંત્રી/સરપંચ/ મામલતદારશ્રી પાસેથી આવકનું પ્રમાણપત્ર મેળવવુ. આ યોજનાનો લાભ લેવા પ્રસુતિ સમયે નિયત કરેલ ફોર્મ સંપૂર્ણ ભરીને સાથે લઈ જવું જરૂરી છે. સહાયનું ધોરણ ચિરંજીવી યોજના હેઠળ દવાખાનામાં દાખલ થનાર પ્રસુતાએ દવાખાનામાં કોઈપણ રકમ ચૂકવવાની હોતી નથી એટલું જ નહીં પણ સારવાર માટેની જરૂરી દવાઓ પણ ર્ડાકટર જ આપશે અને તે પણ વિનામૂલ્યે. ઉપરાંત દર્દીને આવવા જવાનાં ભાડા પેટે રૂા.ર૦૦ અને દર્દીની સાથે આવનાર વ્યકિતને રૂા.પ૦ ર્ડાકટર દવારા રોકડા આપવામાં આવશે. ફોર્મ સાથે જોડવાના જરુરી પુરાવા બી.પી.એલ રેશનકાર્ડ આવકનું પ્રમાણપત્ર ચિરંજીવી યોજનામાં જોડાયેલા ખાનગી હોસ્પિટલના ડોકટર દ્વારા આ યોજના અંતર્ગત પ્રસુતિ સારવાર અપાય છે અમલીકરણ સંસ્થા આશાકાર્યકર સ્ત્રી આરેાગ્ય FHW) પેટા આરેાગ્ય કેન્દ્ર(સબસેન્ટર), પ્રાથમિક આરેાગ્ય કેન્દ્ર(PHC) સામૂહિક આરેાગ્ય કેન્દ્ર /(CHC) તાલુકા આરેાગ્ય અધિકારીની કચેરી (THO) મુખ્ય જ્લ્લિા આરેાગ્ય અધિકારીશ્રીની કચેરી (CDHO) આરેાગ્ય શાખા જિલ્લા પંચાયત સ્ત્રોત: આરેાગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ