વ્યક્તિએ શું લેવું ? ઉનાળામાં ઠંડક આપે તેવાં ખોરાક, પીણાં કેલીલાં પાનવાળા શાકભાજી વધુ લેવાં. શિયાળામાં ગરમી ને શકિત આપે તેવાં શાક અને ખોરાક લેવા. ચોમાસામાં સાદો, સાત્ત્વિક અને હલકો ખોરાક લેવો. ખોરાકમાં વિવિધ વિટામિનો, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને અનેકવિધ ક્ષારો આપતા ખોરાક લેવા. રાતના બને તો હળવો ખોરાક લેવો. દૂધ ઉત્તમ છે. કેમકે તે સમતોલ ખોરાક છે. દરરોજ તુવેરની દાળ ન વાપરતાં મગ, ચણા, વટાણા, વાલ વગેરે દાળ વાપરવી. રોજ અલગ – અલગ શાકભાજી કરવી, જેથી બધી જાતોનાં પૌષ્ટિક તત્વો મળી રહે. ઋતુમાં આવતાં ફળો અને કાચાં શાકોનો કચુંબર – રાયતાં તરીકે ઉપયોગ કરવો. વ્યકિતએ દરરોજ ૩ લિટર પાણી લેવું આવશ્યક છે. વ્યક્તિએ શું ન લેવું ? અતિ ઠંડા કે અતિ ગરમ પદાર્થો ન લેવા. રાતના દહીં, છાશ, કઢી, મોગરી, મૂળા, ગાજર ન ખાવાં. રાત્રે કઠોળ-વાલ, વટાણા, ચોળા, અડદ ન લેવાં. દૂઘ સાથે મગ, અડદ, ખીચડી, કાંદા ન લેવાં. મેંદાના લોટની વાનગી પ્રમાણમાં ઓછી ખાવી. અતિ પાકેલા કે બગડેલી છાલવાળાં શાકભાજી કે ફળોનો ઉપયોગ ન કરવો. વધુ પડતા મરી મસાલા, મરચાં, ખારાવાળો ખોરાક ન લેવો. વાસી ખોરાકનો કોઈ દિવસ ઉપયોગ ન કરવો. અતિ ખાંડ કે અતિ મીઠાનો ઉપયોગ ન કરવો. ખોરાકમાં બને તો વનસ્પતિ ઘીનો ઉપયોગ ન કરવો, પરંતુ હ્રદયરોગ અટકાવવા કપાસિયાનું કે સૂર્યમુખીનું તેલ વાપરો. ગીતામાં કહ્યું છેઃ વ્યકિત જેવો આહાર-સાત્વિક, રાજસી, તામસી લે છે તેવો તેનો સ્વભાવ થાય છે. સાદો, સ્નિગ્ધ,શરીરને પોષણ આપનાર ખોરાક સાત્વિક આહાર છે. તીખા, આટા, અતિ કડક, મસાલેદાર, ખારા, હ્રદયમાં દાહ કરનાર ખોરાક રાજ આહાર છે. ટાઢો, વાસી, ઊતરી ગયેલ, વાસ મારતો અને અપવિત્ર ખોરાક તામસ આહાર છે. ભાટિયા કોમ્યુનીટી મિશન ફાઉન્ડેશન