જામફળ ખૂબ દળ ધરાવતું, આરોગ્યપ્રદ ફળ છે. તેના આકારમાં ફેરફાર જોવા મળે છે પણ સામાન્ય રીતે તે ગોળ હોય છે.

જામફળ તેના પોષક દ્રવ્યોના કારણે ખૂબ મહત્ત્વપૂર્ણ છે. આ ઉપરાંત તેમાં વિટામિન્સ પણ સામેલ હોય છે. ખાસ કરીને તેમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી તે એન્ટિસ્કોરબ્યુટિક છે. આ ઉપરાંત જામફળ એન્ટિડાયેરિયલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિસ્પાસમોડીક, એન્ટિ-ઈન્ફલેમેટરી, એન્ટિ-એનેમિક, હેમોસ્ટેટિક, સિડેટીવ ગુણધર્મ ધરાવે છે, જેના કારણે તે અત્યંત આરોગ્યપ્રદ ફળ ગણાય છે. ખટમીઠું આ ફળ સલાડમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધી જાય છે તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સફેદ કરતાં લાલ જામફળ વધુ સોફ્ટ અને મીઠાં લાગે છે.

જામફળના વૃક્ષનાં પાન પણ ખૂબ ઉપયોગી છે. તેમાં કેરિફાયલીન, નેરોલિડીયોલ, બીટા બિસાબોલેન, અરોમાન્ડ્રેનો, પી-સેલીનેન જેવા એસેન્શિયલ ઓઈલ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત તેમાં ફ્લેવોનોઈડસ, બીટા સાઈટોસ્ટેરોલ, ટ્રાઈટરપેનડોઈડસ, લ્યુકોકાયેન્ડીન્સ અને ૧૦ % જેટલું ટેનિન સામેલ હોય છે. કાચાં જામફળમાં વિટામિન સી વધુ હોય છે પણ તે વધુ પ્રમાણમાં ખાવાથી અપચો કરે છે માટે બને ત્યાં સુધી પાકાં જામફળ જ ખાવા.

સ્ત્રોત: નવગુજરાત સમય