તાવ, મધુપ્રમેહ, પ્રદર, ક્ષય, આમવાત, અને ચર્મરોગ માટે શ્રેષ્ઠ યોજના લીમડો કે તેવાં કોઈ નિર્દોષ વૃક્ષ પર ચડેલી તાજી ગળો લાવી, તેની ઉપરની કાગળ જેવી પાતળી પીળી છાલ દૂર કરવી. સૂડીથી તેના નાના નાના ટુક્ડા કરી, ટોંચીને છાંયે સૂકવવી. તે પછી બારીક ચૂર્ણ કરવું. સેવનવિધિ – નિર્દોષ હોવાથી કોઈપણ માત્રામાં લઈ શકાય છે. ૧-૧ ચમચી દિવસમાં ત્રણ વખત પાણી સાથે લેવું. ઉપયોગ જીર્ણજ્વર – જૂના તાવમાં રોજ સવારે – સાંજે ૧-૧ ચમચી ચૂર્ણ પાણી સાથે લેવું. મધુપ્રમેહ – ડાયાબિટીશ ૧-૧ ચૂર્ણ પાણી સાથે લેવું. શુધ્ધ મધ સાથે લેવાથી વધુ ફાયદો થશે. ગળોના ચૂર્ણ સાથે સમાનભાગે હળદર અને આમળાનું ચૂર્ણ મેળવી મધ સાથે લેવું વધુ ગુણકારી ગણાય છે. પ્રદર – શરીર ધોવાતુ હોય તેવી સ્ત્રીઓએ રોજ સેવન કરવું. ક્ષય – હંમેશાં ૧-૧ ચમચી દૂધ સાથે દિવસમાં બે વખત લેતાં રહેવું. આમવાત – સમાન ભાગે સૂંઠનું ચૂર્ણ મેળવી સવારે – સાંજે પાણીમાં લેવું. ધાતુસ્થાનની ગરમી – સ્વપ્નદોષ, શુક્રસ્ત્રાવ, શીઘ્રપતન, ઊનવા વગેરેમાં પાણી અથવા દૂધ સાથે સવારે – સાંજે લેવું. નોંધ : આ ચૂર્ણ ત્રિદોષશામક, રસાયન, પથ્ય, ચક્ષુષ્ય, રક્તશુધ્ધિકર, વગેરે ગુણો ધરાવતું હોવાથી કોઈ પણ વ્યકિત કોઈ પણ ઋતુમાં કોઈ પણ રોગમાં, કોઈ પણ માત્રા કે અનુપાનથી નિર્ભય પણે લઈ શકે. કાયમ લેવા જેવું આ ઔષધ છે. વધુ માહિતી માટે વૈદ્ય નિકુલ પટેલ આયુર્વેદ કન્સલ્ટન્ટ (બી.એ.એમ.એસ.) અમદાવાદ ફોન : +91-79-400 80844; મોઃ +91-9825040844 (માત્ર એપોઈન્ટમેન્ટ માટે જ) સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) અથર્વ આયુર્વેદ ક્લિનિક અને પંચકર્મ સેન્ટર ૩૦૭, ત્રીજો માળ, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી ની ઉપર, કૃષ્ણબાગ ચાર રસ્તા, મણિનગર, અમદાવાદ ૩૮૦૦૦૮ સમય - ૧૦.૦૦ થી ૬.૩૦ સુધી (સોમ થી શુક્ર) Email : info@lifecareayurveda.com ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટે અહિં ક્લિક કરો http://www.jsdl.in/DT-1111QEBKV7 નિયમિત આયુર્વેદ સંબંધી માહિતી માટે Whatsapp No. +91-9825040844 પર “AYU” લખીને આપનું નામ તથા શહેરનું નામ અને આપની ભાષા મોકલી આપશો. અને અમારો આ મોબાઇલ નંબર Save કરવાનું ભૂલશો નહિં OR Like on https://www.facebook.com/askayurveda Follow on https://www.twitter.com/atharvaherbal આયુર્વેદ સંબંધિત અમારી વેબસાઇટ્સ http://www.lifecareayurveda.com http://www.qa.lifecareayurveda.com http://www.hindi.lifecareayurveda.com http://www.qa.hindi.lifecareayurveda.com http://www.gujarati.lifecareayurveda.com http://www.qa.gujarati.lifecareayurveda.com