દરરોજ સુરજ ઉગે ત્યારથી આથમે ત્યાં સુધી મસ્તકની પીડા ઉત્તરોત્તર વધતી રહે તેને સુર્યાવર્ત કહે છે. દરરોજ વહેલી સવારે ઉઠીને તરત કોપરું અને સાકર પાચન થઈ શકે તેટલા પ્રમાણમાં ખાવાથી આ દુખાવો કદાચ મટી શકે. ઘી-સાકરનું નસ્ય લેવાથી પણ કદાચ લાભ થઈ શકે. ઘીમાં સાકરનું ચુર્ણ નાખી ગરમ કરવું. આ પછી ઠંડું થાય ત્યારે ગાળીને બંને નસ્કોરામાં ઘીનાં પાંચ-સાત ટીપાં ચત્તા સુઈને મુકવાં. એને દસેક મીનીટ સુધી ધારણ કરી રાખવું. ગળામાં આવેલ ઘી ગળી જવું નહીં, પણ દસેક મીનીટ બાદ થુંકી નાખવું.