મને એક ઈમેઈલમાં બધાંને જાણ કરવાના લખાણ સહીત મળેલી આ સાત ટીપ્સ સહુની જાણ માટે મુકું છું.
સ્વસ્થ અને સુંદર રહેવું છે તો આ 7 ટીપ્સ અપનાવો

જમ્યા બાદ કાચા લસણની બે કળીઓ ચાવીને ખાઈ લો, આપનું બ્લડપ્રેશર કાબુમાં રહેશે.

હૃદયના ધબકારાનું પ્રમાણ ઘટાડવા માટે ગાજરનો રસ પીઓ. ગાજરને સલાડના રુપમાં પણ લઈ શકાય.

હૃદયની બીમારીવાળી વ્યક્તીએ ટામેટાં ખાવાં. તેમાંથી વીટામીન ‘સી’ અને ‘એ’ તથા પોટેશીયમ પુરતા પ્રમાણમાં મળે છે, જે હૃદયરોગમાં મદદ કરે છે.

મેથીના દાણાનું ચુર્ણ બનાવી દરરોજ ખાલી પેટે એક ચમચી લેવાથી બ્લડપ્રેશરથી બચી શકાય છે અને જો બીમારી હોય તો તે કાબુમાં રહે છે.

દ્રાક્ષ ખાવાથી હાઈ બ્લડપ્રેશર અને ડાયાબીટીસનું જોખમ ઓછું થઈ જાય છે.

તરબુચના બીની મીંજ અને ખસખસ મેળવી તેને પીસી લો અને દરરોજ સવાર-સાંજ એક એક ચમચી ખાલી પેટે લેવાથી બ્લડપ્રેશર કાબુમાં રહેશે.

કોલેસ્ટરોલનું પ્રમાણ ઘટાડવા દુધીનો રસ કાઢી, ફુદીનાનાં ચાર પાન અને તુલસીનાં બે પાન નાખી દીવસમાં બે વખત પીવાથી ફાયદો થાય છે.

ઉપચારો યોગ્ય આરોગ્ય ચીકીત્સકની સલાહ અને દેખરેખ હેઠળ કરવા. આ માહીતી માત્ર શૈક્ષણીક હેતુસર આપવામાં આવે છે.
સ્ત્રોત: ગાંડાભાઈ વલ્લભ બ્લોગ