આમવાતનું દર્દ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ દર્દ વધારે જોવા મળે છે. આમવાતની સમસ્યાનું નિવારણ ઝડપથી ન કરવામાં આવે તો શરીરનાં બીજાં અંગોને પણ તેની અસર થઈ શકે છે આંગળીઓનાં નાના સાંધાઓથી માંડી કાંડા, કોણી, ઘૂંટી અને ઘૂંટણ તમામ સાંધાઓમાં સોજા સાથે તીવ્ર દુ:ખાવો, આમવાત એટલે કે રુમેટોઈટ આર્થ્રાઈટીસમાં થાય છે. આમવાતનું દર્દ કોઈ પણ ઉંમરે થઈ શકે છે. પુરુષો કરતાં સ્ત્રીઓમાં આ દર્દ વધારે જોવા મળે છે. આમવાતની સમસ્યાનું નિવારણ ઝડપથી ન કરવામાં આવે તો શરીરનાં બીજાં અંગોને પણ તેની અસર થઈ શકે છે. રુમેટિઝમનાં ચિહનો: સોજા અને દુ:ખાવા ઉપરાંત હાથે-પગે ખાલી ચડવી, ઝણઝણાટી થવી કે બળતરા સાથે દુ:ખાવો થવો. સોજામાં ખંજવાળ, બળતરા અને આંખોમાંથી પાણી પડે. થાક લાગે, ભૂખ ન લાગે ક્યારેક છાતીમાં દુ:ખાવો થાય. સવારે શરીર જકડાઈ જાય. ઝીણો તાવ રહ્યા કરે. ફોડલીઓ થાય. ચામડી કાળી પડે. ધીમે ધીમે સાંધાઓની કાર્યક્ષમતા ઓછી થઈ જાય. કેટલીકવાર બે-ત્રણ વર્ષમાં સાંધા નકામા થઈ જાય. રુમેટિઝમની ઓળખ માટે CBC, -RA રીપોર્ટ, E.S.R., જોઈન્ટ અલ્ટ્રા સાઉન્ડ, M.R.I., X-Ray, સાયનોવિયલ ફ્લુઈડ એનાલિસિસ વગેરે રિપોર્ટ કરાવવામાં આવે છે. રુમેટિઝમ ક્યારેક વારાસાગત, કોઈ ઇન્ફેક્શનને કારણ કે હોમોનલ ઇમ્બેલેન્સને લીધે પણ થઈ શકે છે. ઉપચારક્રમ : આધુનિક તબીબી વિજ્ઞાન પ્રમાણે સોજા ઊતરે અને દુ:ખાવો ન થાય એવી મેડિસિન - પેઈનકિલર અને એન્ટિ ઇન્ફ્લેમેટરી ડ્રગ્સ આપવામાં આવે છે. જો કે લાંબો સમય લેવાથી હોજરીમાં ચાંદા પડવાની, બ્લીડિંગ થવાની કે હાર્ટની સમસ્યાઓ પેદા થાય છે. આયુર્વેદની સારવાર કરવાથી આમવાત-રુમેટોઈડ આર્થ્રાઈટીસ કોઈપણ પ્રકારની આડ અસર વગર મટી શકે છે. ગળોનો ઉકાળો : લીમડાની ગળો, હરડે, દારૂહળદર, આમળાં, બહેડાં. આ પાંચેય ચીજોને સરખાભાગે લઈને અધકચરી ખાંડીને તૈયાર કરવી. તેમાંથી આશરે ૨૫ ગ્રામ જેટલો ભૂકો ૨૦૦ મિ.લી. પાણીમાં સાંજે પલાળવો સવારે ધીમા તાપે ઉકાળવો. 50 મિ.લી. જેટલું પ્રવાહી બાકી રહે ત્યારે ઊતારી, ગાળીને તેમાં 10 મિ.લી. (2 ચમચી) દિવેલ મિક્સ કરી, સવારે પાણી પેટે પી જવું. દોઢ કલાક પછી ચા-નાસ્તો કરી શકાય.લીમડાની ગળો ખૂબ કડવી હોય છે. તેની કડવાશ આમ એટલે કે અપકવ ખોરાકીય અંશોને પકવવાનું કામ કરે છે. દારૂ હળદરનું મુખ્ય ઘટક બર્બેરિન છે. જેમાં એન્ટી ઇન્ફલેમેટરી ગુણધર્મ છે, જે સાંધાઓ અને તેની આજુબાજુની પેશીઓમાં ચીટકી રહેલાં વિજાતીય તત્ત્વોને વિભાવિત કરવાનું કામ કરે છે. જેથી દર્દીઓને સોજામાં રાહત રહે છે. હરડે, બહેડાં, આમળાં અને દિવેલ પક્વ થયેલા દોષોને શરીરની બહાર ધકેલવાનું કામ કરે છે. રોજની પાંચથી છ પેઈન કિલર ટીકડીઓ જેમને લેવી પડતી હોય તેઓ ઉપર્યુક્ત ઉકાળો નિયમિત લે તો હંમેશને માટે તેનાથી છૂટકારો મળી શકે છે. આહાર જીવનશૈલી દુ:ખતાં સાંધાઓ પર નમક અથવા રેતીને ગરમી કરી શેક કરી શકાય. તેલ, ક્રીમ વગેરેનું માલિશ કરવાથી દર્દ વધી શકે છે. છાશ લઈ શકાય પરંતુ દહીં ન ખાવું. ટામેટાં સંપૂર્ણ બંધ. કારેલાં, કંકોડાં, ટીંડોળાં, પરવળ વગેરેનું શાક લઈ શકાય. પરંતુ વઘાર તેલને બદલે ગાયના ઘીનો કરવો. પ્રમાણસર મસાલા લઈ શકાય. મગ, તુવેરની પાતળી દાળ લઈ શકાય. પરંતુ વાલ, વટાણા, અડદ ન ખાવાં. મેંદાની ચીજો ન ખાવી. પનીર, ચીઝ, મશરૂમ ન ખાવાં. દૂધ સાથે ફળો તથા તલ સાથે ગોળ અને દૂધ સાથે ગોળ વિરુદ્ધ આહાર કહેવાય. તેથી તેવો આહાર ન લેવો. પાણી નવશેકું ગરમ જ પીવું. આ રોગ થવામાં ખૂબ ઠંડુ પાણી પણ એક કારણ છે મીઠાઈઓ, આઈસક્રીમ ન ખાવાં. ઝાડા-પેશાબ વગરે હાજતોને રોકવાથી દર્દ વધે છે. ઉજાગરા કરવા નહીં દિવસે ઊંઘવું નહીં, એનાથી શરીરમાં ચીકાશ-આમ વધે છે. ઉપચારક્રમ નિયમિત કરવાથી આમ નામનાં ઝેરીલાં વિજાતીય તત્ત્વોને શરીરની બહાર ધકેલીને રુમેટોઈડ આર્થ્રાઈટીસના દર્દમાંથી હંમેશાને માટે મુક્તિ મળી શકે છે. લેખક વૈદ્ય સુષમા પ્રવીણ હીરપરા aarogyatirth@gmail.com