રાજય સરકાર દ્વારા સૌપ્રથમવાર ધોરણ ૮ થી ૧૨ નાં વિકલાંગ બાળકોને નીચે મુજબ છૂટછાટ તથા સગવડ આપવામાં આવેલ છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાના ધોરણ ૮ થી ૧૨ માં લેવાનારી તમામ લેખિત કસોટીઓમાં અડધો કલાક વિકલાંગ બાળકોને વધારે આપવામાં આવેલ છે. ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ ની જાહેર પરીક્ષામાં આ બાળકોને તેમના રહેઠાણની નજીકનું કેન્દ્ર પસંદ કરવાની છૂટ આપવામાં આવેલ છે. આ બાળકોને પ્રશ્નો, આકૃતિ, નકશા અને ગ્રાફ દોરવાના હોય તેમાંથી મુકિત આપી તેના ગુણ જે-તે વિષયમાં રૂપાંતરિત કરવામાં આવેલ (ભૂમિતિ, વિજ્ઞાન, ભૂગોળ) છે. ફકત નાપાસ થતા વિદ્યાર્થીએ નાપાસ થતા વિષય/વિષયોમાં ઓછામાં ઓછા ર૦ ગુણે પાસ થવાનું ધોરણ રાખવામાં આવેલ છે. સ્ત્રોત : શિક્ષણ વિભાગ.