કોમ્યુનિટી મોબિલાઇઝેશન વિષે: આપણા ગામનો વિકાસ કરી શકે તેવા આપણા પોતાનાજ સમાજમા અત્યંત મૂલ્યવાન સ્ત્રોત આપણા પોતાનાજ લોકોમાથી મળે છે. જે બાબતથી આપ સૌ સારી રીતના વાકેફ હશો. સમુદાયના લોકો વચ્ચે સહકાર મહત્વનો છે માટે કોમ્યુનિટી સ્વનિર્ભરતા અને વિકાસમા તેઓનું મહત્વનું યોગદાન છે. આ સમુદાય ગામની અંદર હાજર સ્ત્રોતોનો ઉપયોગ કરી, યોજના ઘડી તેનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવા પ્રકારના કામ માટે નિમાયેલ છે. શું કોમ્યુનિટી મોબિલાઇઝેશન જરૂરી છે? માણસોનું ઉપયુક્ત સંચાલન કરવા માટે કોમ્યુનિટી મોબીલાઈઝેશન મહત્વનો ભાગ ભજવે છે. તે જેતે કાર્યને અનુલક્ષીને યોજના બનાવે છે અને તેના ઉપર પુરો અમલ થાય તેનું ધ્યાન રાખે છે. તથા તેઓ તેમના સમુદાયના જીવન પરિવર્તન માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડે છે. કોમ્યુનિટી મોબીલાઈઝેશન સમાજમા થી બીજા લોકોને કોમ્યુનિટીમા જોડવા માટેની તક પણ આપે છે. જરૂરિયાતોને ઓળખી તેને પૂરી કરી, સમુદાયને કામ કરવા માટે પ્રોત્સાહિત કરો સારું નૈતૃત્વ કરી તથા લોકશાહીના હિતમા નિર્ણય લેવા તેવું સમાજમા ઉદાહરણ આપો. ખાસ પ્રકારના કામ કરી શકે તેવા વિવિધ પ્રકારના નિપુણ લોકોને શોધો. સમુદાયમા તમામ ઉપલબ્ધ સ્ત્રોતોને ઓળખો. સ્ત્રોતોનો સારી રીતના ઉપયોગ કરી શકાય તેવી યોજના બનાવો. સમુદાયને આવી સેવા આપવા માટે પ્રેરિત કરો. સમૂદાયના ભાગ લેવાથી થતા ફાયદા શાળા સામાજિક સંસ્થા સાથે જોડાયેલ હોય તેવું સાબિત થવું જોઈએ તથા કમ્યુનિટી સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એક કડી તરીકે સંસ્થા સાથે જોડાયેલ હોવું જોઈએ. અગ્રીમ અને અત્યંત જરૂરી હેતુ, શાળાનું મહત્વ સારી રીતના વાલીઓ સમજી શકે તેવું હોવું જોઈએ. જરૂરિયાતોને સમજીને સમૂદાયને પ્રોત્સાહિત કરો. શાળા વ્યવસ્થાપન સમિતિનો પરિચય (SMCs): RTE ના ધ્યેયને પાર પાડવા તથા તેનું પ્રત્યક્ષીકરણ કરવામા (SMCs)ની મહત્વની ભૂમિકા છે. (SMCs) તેના પોઝીટીવ તથા રચનાત્મક સંવાદ ક્રિયા મારફતે સારી શાળા માટેની કામગીરી તરફ કામ કરી શકે છે. SMC દ્વારા હકારાત્મક પગલાં અને તેઓની સાતત્ય ગતિશીલતાથી સમાજમા બદલાવની ભાવના આકાર લઇ શકશે. પહેલા પોતાના સમુદાયમા પછી સંપૂર્ણ માનવ સમાજમા આ રીતની ભાવના જાગૃત થશે. સ્કૂલ વ્યવસ્થાપન સમિતિની રચના શાળા વિકાસ યોજનાની તૈયારી SMC અને PRI સભ્યો ની તાલીમ માટે માર્ગદર્શિકા PRI માટે તાલીમ મોડ્યુલ SMC માટે તાલીમ મોડ્યુલ