વિદ્યા સાધના યોજના આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની યોજનાઓ યોજનાનો ઉદ્દેશ: ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની કન્યાઓને શિક્ષણમાં પ્રોત્સાહન આપવાના હેતુથી સાયકલ ભેટ આપવાની યોજના. પાત્રતાના ધોરણોઃ ધોરણ ૯ માં અભ્યાસ કરતી અનુ.જનજાતિની કન્યાને શિક્ષણમાં પ્રોત્સાહન આપવા માટે સાયકલ આપવાપાત્ર થશે અંતર મર્યાદા બાધ વિના રહેઠાણના સ્થળ અન્ય ગામ / શહેર હવે ધોરણ ૯ માં માધ્યમિક શાળામાં અભ્યાસ કરતીકનયાઓને વર્ષ ૨૦૧૩-૧૪ થી સાયકલ ભેટ આપવાનું નકકી કરવામાં આવેલ છે આવકનું ધોરણઃ ગ્રામ્ય વિસ્તાર માટે રૂ. ૪૭,૦૦૦/- તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૬૮,૦૦૦/- વાર્ષિક આવક યોજનાના ફાયદા/સહાય : પાત્રતા તથા આવકનું ધોરણ ધરાવતી કન્યાઓને સાયકલ ભેટ આપવામાં આવે છે. પ્રક્રિયા અનુ. જનજાતિ ની ધોરણ ૯માં અભ્યાસ કરતી કન્યાઓની સાયકલ મેળવવા માટેની નિયત સબંધિત માધ્યમિક શાળા દ્વારા તૈયાર કરી જે તે જીલ્લાના મદદનીશ કમિશ્રરશ્રી આદિજાતિ વિકાસ અધિકારીશ્રીની કચેરીમાં રજુ કરવાની હોય છે અને આ દરખાસ્તના આધારે નિયમોનુસાર મળવાપાત્ર વિધાથીનીઓને સાયકલ પૂરી પાડવામાં આવે છે. સ્ત્રોત: મારુ ગુજરાત બ્લોગ