ગુજરાતમાં સમૃદ્ધ વિશ્વ પ્રસિદ્ધ સ્થાપત્ય કળાના નમૂના આવેલા છે. પ્રાચીન શહેર જેવા કે લોથલ અને ધોળાવીરા, પ્રાચીન બુદ્ધિસ્થ સ્થાપત્ય

અમદાવાદની ‘હેરિટેજ વૉક’ ભારતની એક માત્ર ‘‘વૉકીંગ ટુર’’ છે. અમદાવાદ શહેરના જુના વિસ્તારના રહેણાંક વિસ્તારને પોળો તરીકે ઓળખવામાં આવે છે. આ પોળોમાં કેટલાક મકાન સો-બસો વર્ષ કે તેથી વધુ જુના પણ છે, જેને જોવા માટે દેશ વિદેશથી લોકો આવે છે.શહેરના વિવિધ હેરિટેજ સ્થાનોની યાદી નીચે છે

બાદશાહ હજીરો

ચબુતરો

જુમ્મા મસ્જિદ

પોળમાંનું એક ઘર

સીદી સૈયદની મસ્જિદની દિવાલ પરની જાળી

સ્વામીનારાયણ મંદિર

અમદાવાદની પોળોના રહેઠાણ તેમજ તેનું સ્થાપત્ય જોવા માટે પ્રવાસીઓ માટે હેરિટેજ વૉક કરવામાં આવે છે.

કલા અને હેરિટેજના ચાહકો માટે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં આવેલા હેરિટેજ બાંધકામોના ઇતિહાસને જાણવાની તક મળે છે . રવિવારે શહેરના ચાર દરવાજા વિસ્તારમાં એક હેરિટેજ વૉક યોજાય છે . નેચર લવર્સના એક ગ્રૂપ દ્વારા શહેરમાં યોજાતી નેચરવૉક અંગર્તગ આ આયોજન કરાય છે. જેમાં આ રવિવારે હેરિટેજ વૉકના માધ્યમથી શહેરના સ્થાપત્યમાં નોંધપાત્ર સ્થાન પામેલી ઇમારતો અને તેના આર્કિટેકચર વિશેની માહિતી આપવામાં આવે છે

વૉકનો પ્રારંભ સવારે ૭.૧પ કલાકે સરકારવાડા, માંડવી ખાતેથી થશે. વૉકના પ્રારંભે શહેરના ઇતિહાસ વિશેની ટુંકી માહિતી આપવામાં આવે છે. જ્યાથી નજરબાગ, મહેતા પોળ, કલ્યાણરાયજી પોળ અને ચાર દરવાજાની વચ્ચે આવેલા ઐતિહાસિક ઇમારતો જેમાં વિવિધ સંસ્કૃતિના આર્કિટેક્ચર જોવા મળે છે તેના વિશે માહિતી આપાવમાં આવે છે

કાર્યક્રમમાં કલા અને ઇતિહાસના જાણકાર ચંદ્રશેખર પાટીલ ઇમારતો વિશે માહિતી આપશે અને આ ઇમારતો કયા પ્રકારના મટિરિયલ્સથી બની હતી, તેમજ તેની કલાની દ્રષ્ટીએ શું વિશેષતા છે તેના વિશે માર્ગદર્શન આપવામાં આવશે. આ વૉકમાં શહેરના કોઇ પણ વ્યક્તિ જોડાઇ શકશે. જોડવા ઈચ્છતી વ્યક્તિઓએ સવારે ૭.૧પ સુધી સરકારવાડા પર આવવાનું રહે છે . રવિવારે શહેરના લોકોને ઇતિહાસ અને આર્કિટેક્ચર એક સાથે જાણવાની હેલ્ધી તક મળે છે .

ગુજરાતના અમૂલ્યર સ્થાપત્યનું પરિણામે છે અહીં આવેલી હેરિટેજ હોટલો. ગુજરાત રાજ્ય પાસે આવી ૨૦ હેરિટેજ હોટલો છે. કે જે જૂના મહેલો કે કિલ્લામાંથી બનાવેલ છે.

સ્ત્રોત: ગુજરાત સમાચાર