ગુજરાતમાં પ્રવાસે આવવાનું મન કેમ થાય ? કારણકે......... અહીં પ્રવાસ એ ઉપચાર સંબંધી પ્રવૃત્તિ છે. પ્રવાસ એ શૈક્ષણિક પ્રક્રિયા છે. પ્રવાસ એ પ્રકૃતિને જાણવા-સમજવાની રીત છે. ગુજરાતમાં વિશાળ સમતળ ભૂમિ પર પથરાયેલા લીલાછમ મેદાનો, ઐતિહાસિક સ્થળો ઉપરાંત વિશાળ દરિયા કિનારો પ્રવાસીઓના આકર્ષણનું કેન્દ્રિ બન્યું છે. ગુજરાતનો પ્રવાસ સ્ફૂંર્તિદાયક, આલ્હાષદક અને રોમાંચક બને છે. ગુજરાતમાં સતત ચેતનવંતી સંસ્કૃતિ અને ભાઇચારાની અનુભૂતિ કરાવતો માનવ સમાજ..... અહીંના જીવનની અવિસ્મસરણીય અનુભૂતિ, યાદગાર પળોની સ્મૃતિ અને જીવન જીવવાની કળા શિખવા મળે છે. ભારતમાં ગુજરાત તેની આગવી શૈલી અને સંસ્કૃતિથી સૌથી અલગ ઉભરી આવતું રાજ્ય છે. ગુજરાત પાસે હડપ્પન સંસ્કૃતિથી શરૂ કરી મોગલ સામ્રાજ્ય સુધીનો ભવ્ય ઐતિહાસિક વારસો છે. ગુજરાતનો પ્રવાસ સિમાડાથી ક્ષિતિજના સૌંદર્યનો અનંત પરંપરાગત અને ઐતિહાસિક સાંસ્કૃતિનો સ્પર્શ કરાવે છે. વિભૂતિઓની ભૂમિ ગુજરાત : ‘ગુજરાતની કૂખે અનેકવિધ વિભૂતિઓ જન્મી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના સ્વાતંત્ર્યવીરોમાં મોહનચંદ કરમચંદ ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ વગેરે કે જેઓએ આઝાદીના જંગમાં લડત આપી. અહિંસા, ભાઇચારો, બીજા પ્રત્યે માન તેમજ રાષ્ટ્ર ભક્તિના પાઠો ભારતીયજનોને શિખવાડ્યા. ઐતિહાસિક અને પુરાતત્વીદય સ્મારકો : ૪૫૦૦ વર્ષથી પણ વધુ સમયનો ભવ્ય ઇતિહાસ ધરાવતા ગુજરાતે અનેકવિધ સાંસ્કૃતિક સભ્યતાને પોતાના ખોળે ઉછેરી છે. આ ભવ્ય પરંપરાની સાક્ષી રૂપે ગુજરાતમાં અદ્વિતીય ઐતિહાસિક અને પુરાતત્વીય ઇમારતો આવેલી છે. લોથલ હડપ્પન, પાલિતાણા મંદિરોના નિર્માણ દ્વારા તેની ધાર્મિક સંસ્કૃતિને ગવાહી પુરે છે. જૂનાગઢમાં બૌદ્ધ ઋષિઓની ગુફાઓ આવેલ છે. ગુજરાતની મુલાકાતે આવેલ પ્રવાસીઓ ખુશ્બૂ ગુજરાત કી' વિશ્વભરમાં ફેલાઇ રહી છે. તેને પગલે દેશના પ્રવાસન ઉઘોગના માર્કેટમાં ગુજરાત પોતાનું સ્થાન જમાવી રહ્યું છે અને ટોચના પ્રવાસન સ્થળ તરીકે ઉભરી રહ્યું છે. ગુજરાતના ભવ્ય પ્રવાસન વૈવિધ્યને માણવાનું દેશ અને દુનિયાના પ્રવાસીઓ પસંદ કરી રહ્યા છે જેના કારણે રાજ્યમાં પ્રવાસીઓની સંખ્યા વધતી જઇ રહી છે. ૨૦૦૯-૧૦માં ૧.૭૦ કરોડ પ્રવાસીઓ ગુજરાત આવ્યા હતા, જે સંખ્યા ૨૦૧૧થી ૧4માં વધીને ૨.૨૩ કરોડે પહોંચી છે. સ્ત્રોત: ગુજરાત સરકાર