ક્રમ યોજના સહાયની વિગત કોને મળવાપાત્ર જરૂરી દસ્તાવેજ અમલીકરણ કર્મચારી/શાખા ૧ ૨ ૩ ૪ ૫ ૬ ૧ વિદ્યાદિપ વિમા યોજના ધો. ૧ થી ૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીનું આકસ્મિક મૃત્યુ થતા રૂા. ૫૦,૦૦૦/-સુધીનું વળતર વાલીને મળે છે. સરકારી પ્રા.શા.માં ધો. ૧ થી ૮માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ ૧, મરણનું પ્રમાણપત્ર. ૨, પોલીસ પેપર્સ જેવાકે પંચનામું, એફ.આઈ.આર. ૩, પી.એમ. રીપોર્ટ. ૪, ઈન્ડિમ્નિટી બોન્ડ વગેરે શ્રી અરૂણ આઈ. પટેલ જુ.કલાર્ક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા ૨ વિદ્યાલક્ષ્મી બોન્ડ ધો. ૧ માં સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ મેળવનાર કન્યાઓને રૂા. ૨૦૦૦/-નો બોન્ડ આપવામાં આવે છે. જે ધોરણ ૮ નો અભ્યાસ પૂર્ણ કરતાં વ્યાજ સહિત રકમ મળે છે. ૫૦% સાક્ષરતા દર ધરાવતા ગામો તથા શહેરી વિસ્તારમાં વસ્તા બી.પી.એલ. કાર્ડ ધારકોની કન્યા ધો. ૧ માં સરકારી પ્રાથમિક શાળામાં કન્યા પ્રવેશ મેળવે ત્યારે રૂા. ૨૦૦૦/-નો બોન્ડ આપવામાં આવે છે. ૧, બી.પી.એલ. કાર્ડ, ૨, જન્મનું પ્રમાણપત્ર, ૩, ૫૦ % સાક્ષરતા દર ધરાવતા ગામોની યાદી. શ્રી અરૂણ આઈ. પટેલ જુ.કલાર્ક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા ૩ ખાનગી શાળામાં RTE અંતર્ગત પ્રવેશ આ યોજનામાં ખાનગી પ્રાથમિક શાળામાં ધો. ૧ માં પ્રવેશ મેળવનાર બાળકો પૈકી ૨૫ ટકા બાળકો મફત પ્રવેશ મેળવી શકે છે. જેમાં શાળાની વાર્ષિક ફી રૂા. ૧૦,૦૦૦/- સુધી સરકારશ્રી દ્વારા ધોરણ ૮ના અભ્યાસ સુધી શાળાને મળે છે. વિદ્યાર્થીને વાર્ષિક રૂા. ૩,૦૦૦/- સુધીની સહાય અભ્યાસને આનુંસાંગીક વસ્તુઓ ખરીદવા માટે મળે છે. અનાથ બાળક, સંભાળ અને સંરક્ષણની જરૂરીયાતવાળું બાળક, બાળગૃહના બાળકો, બાળ મજૂર/ સ્થળાંતરી મજૂરના બાળકો, મંદબુદ્ધિ/ સેરેબ્રલ પાલ્સી, ખાસ જરૂરીયાતવાળા બાળકો વિકલાંગ શારીરિક રીતે, HIV થી અસરગ્રસ્ત બાળકો, એસ.સી., એસ.ટી., ઓ.બી.સી., બી.પી.એલ. બાળકો તેમજ જનરલ કેટેગરીના બાળકો કે જેમના વાલીની આવક ૬૮,૦૦૦/- સુધી હોય. ૧, જન્મનું પ્રમાણ પત્ર, ૨, જાતિ-આવકનો દાખલો, ૩, આધારકાર્ડ, ૪, બેંક એકાઉન્ટની નકલ, ૫, રેશન કાર્ડની નકલ વગેરે શ્રી અરૂણ આઈ. પટેલ જુ.કલાર્ક જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા ૪ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ જેમા તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાને રૂા. ૫,૦૦૦/-, જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતાને રૂા. ૧૫,૦૦૦/- , રાજ્ય કક્ષાએ રૂા. ૫૧,૦૦૦/- નું રોકડ પૂરસ્કાર, શાલ તથા પ્રમાણપત્રથી સન્માન કરવામાં આવે છે. પ્રાથમિક શાળાના શિક્ષક/આચાર્ય, બી.આર.સી., સી.આર.સી., મદદનીશ શિક્ષણ નિરીક્ષકને મળવા પાત્ર. ૧૫ વર્ષનો અનુભવ હોવો જોઈએ શ્રી વિ. એમ. પટેલ, નાયબ ચિટનીશ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ નવસારી, જુનાથાણા સ્ત્રોત : જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા પંચાયત, નવસારી