અમૂલ ડેરી ક્યાં આવેલી છે?— આણંદમાં

પારસીઓનું કાશી’ તરીકે ગુજરાતનું કયું શહેર જાણીતું છે?— ઉદવાડા

નારાયણ સરોવર ક્યાં આવેલું છે?— કચ્છ

અલંગ કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર

અંબાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે?— બનાસકાંઠા

ઇફ્કો’ ખાતરનું કારખાનુ ક્યાં છે?— કલોલમાં

કડાણા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— મહી

ગુજરાતમાં ફ્લોરસ્પાર પ્રોજેક્ટ ક્યાં છે?— આંબા ડુંગરમાં

ઉત્તર ગુજરાતની મુખ્ય નદીઓ કઇ છે?— બનાસ , સરસ્વતી અને રૂપેણ

ઉંમરગામ કયા જિલ્લામાં આવેલું છે?— વલસાડ

કચ્છનો લિગ્નાઇટ પર આધારિત વીજળી પ્રોજેક્ટ કયા નામે ઓળખાય છે?— પાનન્ધ્રો વીજળી પ્રોજેક્ટ

કંઠીનું મેદાન કયા જિલ્લામાં આવેલું છે?— કચ્છ

ગાંધીનગર કઇ નદીને કાંઠે વસેલું છે?— સાબરમતી

ગુજરાતમાં કુલ કેટલા જિલ્લાઓ છે?— પચ્ચીસ

ગુજરાતમાં ચોખાનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— વલસાડ

ગુજરાત ભારતના કયા ભાગમાં આવેલું રાજ્ય છે?—- પશ્ચિમ ભારત

ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી લાંબો દરિયાકિનારો છે?— જામનગર

ગુજરાતમાં કયા જિલ્લાને સૌથી વધુ તાલુકા છે?— જૂનાગઢ

ગુજરાતમાં કયા પ્રદેશના ઘઉં વિખ્યાત છે?— ભાલ પ્રદેશના

ગુજરાતમાં નહેરો દ્વારા સૌથી વધુ સિંચાઇ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

ગુજરાત રાજ્યની સરહદો ભારતના કેટલા રાજ્ય સાથે સંકળાયેલી છે?— ત્રણ

ગુજરાતમાં મગફળીનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

ગુજરાતમાં તમાકુનો પાક સૌથી વધુ કયા જિલ્લામાં થાય છે?— ખેડા

ગુજરાતના દરિયાકિનારાની લંબાઇ કેટલી છે?— 1,600 કિ.મી. થી વધુ

ગુજરાતમાં જંગલનો મોટો વિસ્તાર કયા ભાગમાં છે?— દક્ષિણ ગુજરાતમાં

ગુજરાતમાં કુલ કેટલી યુનિવર્સિટીઓ છે?— દસ

ગુજરાતમાં ‘લીલી નાઘેર’ નો પ્રદેશ કયો કહેવાય છે?— ચોરવાડનો પ્રદેશ

ગુજરાતમાં વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— અમદાવાદ

તારંગા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે?— મહેસાણા

સાપુતારા ગિરિનગર ગુજરાતના કયા જિલ્લામાં છે?— ડાંગ

ગુજરાતમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે?— કચ્છ

ગુજરાતમાં સૂર્યમંદિર ક્યાં આવેલું છે?— મોઢેરામાં

ધરોઇ યોજના કઇ નદી પર છે?— સાબરમતી

ગુજરાતમાં અકીકનો ઉદ્યોગ કયા શહેરમાં છે?— ખંભાતમાં

ગુજરાતમાં સૌથી વધારે વરસાદ કયા જિલ્લામાં પડે છે?— વલસાડ જિલ્લો

ગુજરાતમાં ઓછામાં ઓછો વરસાદ કયા જિલ્લામા પડે છે?— કચ્છ જિલ્લો

ગુજરામાં કયા વિસ્તારની ભેંસ પ્રખ્યાત છે?— જાફરાબાદી

ગુજરાતમાં કેટલા ટકા વિસ્તારમાં જંગલો છે?— 10

ગુજરાતના કેટલા જિલ્લાઓ સમુદ્રકિનારો ધરાવે છે?— 11

ગુજરાતમાં કયા જિલ્લામાં સાગ લાકડું પુષ્કળ પ્રમાણમાં થાય છે?— વલસાડ

ઘડિયાળ ઉદ્યોગ માટે કયું શહેર જાણીતું છે?— મોરબી

ટાઇલ્સ બનાવવાની સૌથી વધુ ફેક્ટરીઓ કયા શહેરમાં છે?— મોરબી

લિગ્નાઇટ કયા જિલ્લાઓમાંથી નીકળે છે?— કચ્છ અને ભરુચમાંથી

ગુજરાતની સૌથી લાંબી નદી કઇ છે?— સાબરમતી

સીદી સૈયદની જાળી કયા શહેરમાં છે?— અમદાવાદમાં

કેસર કેરી ગુજરાતના કયા જિલ્લામાં થાય છે?— જૂનાગઢ

ચોરવાડાનું વિહારધામ કયા જિલ્લામાં છે?—જૂનાગઢ

છોટાઉદેપુર કયા જિલ્લામાં આવેલું છે?— વડોદરા

ઘુડખર નામે ઓળ્ખાતા જંગલી ગધેડા ક્યાં જોવા મળે છે?— કચ્છના નાના રણમાં

સુરખાબ પક્ષીઓ કયા જિલ્લામાં જોવા મળે છે?— કચ્છ

આરસની ખાણ ગુજરાતમાં કયા સ્થળે છે?— અંબાજીમાં

ડાકોર કયા જીલ્લામાં આવેલું છે?— ખેડા

ડાકોરમાં શાનું મંદિર છે?— રણછોડરાયજીનું મંદિર

દમાણ અને દીવને કોણ છૂટા પાડે છે?— ખંભાતનો અખાત

પાવાગઢ કયા જિલ્લામાં આવેલું છે?— પંચમહાલ

પાવાગઢ પર્વત ગુજરાતમાં કયા શહેરથી નજીક છે?— વડોદરાની નજીક

બરડો ડુંગર ક્યાં આવેલો છે?— જામનગરમાં

ગુજરાતનો ઉંચામાં ઉંચો પહાડ કયો છે?— ગિરનાર

મગફળીનો પાક કયા વિસ્તારમાં સૌથી વધુ થાય છે?— સૌરાષ્ટ્રમાં

બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— પાલનપુર

મચ્છુ ડેમ તૂટવાની દુર્ઘટના કયા શહેર સાથે સંબંધિત છે?— મોરબી

આયના મહેલ ક્યાં આવેલો છે?— ભુજ

રાણી સિપ્રીની મસ્જિદ ક્યાં આવેલી છે?— અમદાવાદ

દાદા હરિની વાવ ક્યાં આવેલી છે?— અમદાવાદ

ગુજરાતનું એકમાત્ર મુક્ત બંદર કયું છે?— કંડલા

નવા સુધારા પ્રમાણે ગુજરાત રાજ્યના કેટલા તાલુકા અને જિલ્લાઓ છે?— 223,25

પાટણ કઇ નદી પર વસેલું છે?— સરસ્વતી

ગુજરાત રાજ્યની સ્થાપના કયા દિવસે થઇ હતી?— 1 મે,1960

તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે?— સુરેન્દ્રનગર

ગુજરાતનો વિસ્તાર આશરે કેટલા ચોરસ કિ.મી. છે?— 1,96,024

મીઠું પકવવામાં ભારતના રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— પહેલું

વેળાવદર અભયારણ્ય કયા જિલ્લામાં આવેલું છે?— ભાવનગર

મીરાદાતરની દરગાહ ક્યાં આવેલી છે?— ઉનાવા

સલાયા બંદર કયા જિલ્લા માં આવેલું છે?— જામનગર

વોટ્સન સંગ્રહાલય ક્યાં આવેલું છે?— રાજકોટ

લકી સ્ટુડિયો ક્યાં છે? — હાલોલમાં

મીઠાપુરમાં શાનું કારખાનું છે?— તાતા કેમિકલ્સનું

કીર્તિમંદિર શું છે?— પોરબંદરમાં આવેલું ગાંધીજીનું સ્મારક

વસ્તીની દ્રષ્ટિએ ભારતનાં રાજ્યોમાં ગુજરાતનું સ્થાન કેટલામું છે?— નવમું

ગુજરાતનાં જિલ્લાઓમાંટ કયો જિલ્લો સૌથી વધુ વસ્તીગીચતા ધરાવે છે?— ખેડા

ગુજરાતમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે?— 942

દૂધસાગર ડેરી કયા શહેરની છે?— મહેસાણા

ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ સંકુલ કયા રાજ્યમાં સ્થપાયું છે?— વડોદરા

ગુજરાતમાંથી કયો રષ્ટ્રીય ધોરીમાર્ગ પસાર થાય છે?— નં-8

સાત નદીઓનાં પાણીનો સંગમ ગુજરાતમાં ક્યાં થાય છે?— વૌઠામાં

દાંતીવાડા બંધ કઇ નદી પર બાંધવામાં આવ્યો છે?— બનાસ

સાતપુડા પર્વતનું ઉંચુ શિખર કયું છે?— ધૂપગઢ

સાબરકાંઠા જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— હિંમતનગર

કચ્છ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ભુજ

પંચમહાલ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— ગોધરા

ડાંગ જિલ્લાનું મુખ્ય મથક કયું છે?— આહવા

ભારતમાં ગુજરાતનો વિસ્તારની દ્રષ્ટિએ કયો ક્રમ છે?— સાતમો

સુપ્રસિદ્ધ યાત્રાધામ મહુડી કયા જિલ્લામાં આવેલું છે?— ગાંધીનગર

સુરત કઇ નદી પર વસેલું છે?— તાપી

હીરાભાગોળની વાવ ક્યાં આવેલી છે?— ડભોઇ

વડોદરા કઇ નદી પર વસેલું છે?—વિશ્વામિત્રી

મુસ્લિમોનું યાત્રાધામ હાજીપીર કયા જીલ્લામાં આવેલું છે?— કચ્છ

જેસલતોરલની સમાધિ ક્યાં આવેલી છે?— અંજાર

સૌરાશ્ટ્રના જીલ્લા કેટલા છે?— 7 (સાત)

ગુજરાતમાં કયા ગામની તુવેરની દાળ પ્રખ્યાત છે?— વાસદ

સ્ત્રોત :  હસમુખ.બી.પટેલ, શેઠ.સી.એમ.હાઇસ્કૂલ ગાંધીનગર સેકટર – 23 ઘ-6 ,e-mail – hasmuk1969@gmail.com,ફોન – 9724667212