અનૌપચારિક પૂરક સેવા માહિતી -ગુસ્સડ અનૌપચારિક પૂરક સેવા માહિતી ( USSD) એ મોબાઈલ ઓપરેટરોની ચેનલ છે. NUUP ( રાષ્ટ્રીય એકીકૃત USSD પ્લેટફોર્મ ) ભારતમાં મોબાઈલ ચૂકવણીઓ કરવા માટે આ ચેનલનો ઉપયોગ કરે છે. IDRBT, DoT, TRAI અને RBIની મદદથી MPFI ( મોબાઈલ પેમેન્ટ ફોરમ ઓફ ઇન્ડિયા ) દ્વારા આની શરૂઆત કરવામાં આવી હતી અને NPCI ( ભારતના રાષ્ટ્રીય ચૂકવણી નિગમ ) દ્વારા અમલમાં મૂકવામાં આવ્યું છે. USSD આધારિત મોબાઈલ બેન્કિંગ અને મોબાઈલ ચૂકવણી ના ઉપયોગ વિષે અને ડીજીટલ ચૂકવણીઓ માં ભારતની પ્રગતિ વધુ ઝડપી બને તેમાં ફાળો આપવા જાહેર જનતા માં વધારે જાગૃતિ આવે તે આ વપરાશકર્તા માર્ગદર્શિકાનો હેતુ છે. USSD ની લાક્ષણિકતાઓ નીચા સ્તરના સહિત બધા પ્રકારના મોબાઈલ ફોન ઉપર એ કામ કરે છે . ભારતમાં કોઈ પણ મોબાઈલ ઓપરેટર નો ગ્રાહક તેનો ઉપયોગ કરી શકે છે. વપરાશકર્તાએ તેનું / તેણીનું બેંક ખાતું મોબાઈલ ફોન નંબર સાથે જોડેલું હોવું જોઈએ . વપરાશકર્તાના મોબાઈલમાં કોઈ પણ મોબાઈલ એપ્લીકેશન ડાઉનલોડ કરેલી હોવી જરૂરી નથી. હાલમાં આ સેવા નિઃશુલ્ક છે. જો કે ઉપરની મર્યાદા રૂ.૧.૫૦ પ્રતિ લેવડદેવડ કે એક સેશન . બેંક ખાતા લેવડદેવડની માહિતીની સ્થિતિ , ચૂકવણી અથવા મોકલેલી રકમ કે અગત્યના ઓળખપત્ર મેળવવા કે બદલવા એનો ઉપયોગ થઇ શકે છે. આનો ઉપયોગ બીજી વ્યક્તિ કે દુકાનદાર કે વેપારીને ચૂકવણી કરવા માટે જેનું ખાતું એ જ બેંક કે અન્ય કોઈ બેંકમાં હોય , થઇ શકે છે. હાલમાં નાણાં સ્થાનાંતરિત કરવાની મર્યાદા રૂ .૫૦૦૦ પ્રતિ લેવડદેવડ છે. તે મોબાઈલ વપરાશકર્તાને સીધા બેંક સર્વર સાથે વાસ્તવિક સમયમાં જોડે છે અને તાત્કાલિક પ્રતિભાવ મળે છે. તે મોબાઈલ ફોન ઉપર લેવડદેવડ ની કોઈ પણ માહિતી સંગ્રહ કરતા નથી. આમાં કોઈ ગંભીર સુરક્ષા ખતરો નથી કારણકે વપરાશકર્તા તેના /તેણીના મોબાઈલ ફોનથી જ M-PIN વાપરીને અને ઉપર જણાવેલા (ઈ ) અને (જ ) પોઈન્ટ પ્રમાણે લેવડદેવડ કરે છે. તે અંગ્રેજીમાં (*૯૯ # ડાયલ કરીને ), હિન્દીમાં (*૯૯*૨૨ # ડાયલ કરીને ) અને અન્ય ભારતીય ભાષાઓમાં પ્રતિભાવો આપી શકે છે. નીચે જણાવ્યા પ્રમાણે USSD કોડ નંબર ડાયલ કરવાથી જે તે ભાષામાં પ્રતિભાવો મળી શકે છે. ussd કોડ ભાષા ussd કોડ ભાષા અંગ્રેજી *99# ગુજરાતી *99*27# હિન્દી *99*22# મરાઠી *99*28# બંગાળી *99*29# *99*23# તમિલ પંજાબી *99*30# *99*24# તેલુગુ આસામી *99*31# *99*25# મલયાલમ ઉડિયા *99*32# *99*26# કન્નડ વપરાશકર્તા માટે જરૂરિયાતો વપરાશકર્તા પાસે બેંક ખાતું હોવું જોઈએ અને તેનો/ તેણીનો મોબાઈલ ફોન નંબર તેના / તેણીના બેંક ખાતા સાથે જોડાયેલો બેંકમાં નોંધાવવો જોઈએ . વપરાશકર્તાએ તેના / તેણીના બેન્કના IFSC કે શોર્ટ નામ કે ન્યુમેરિક કોડ જાણવા જોઈએ. પેરાગ્રાફ -૭ માં આપેલ સૂચિ અથવા બેંક પાસબુક અથવા બેંક અથવા NPCI માં તેને શોધી / નોંધી શકાય છે. વપરાશકર્તા પાસે ચૂકવણી વ્યવહાર શરૂ કરવા M-PIN હોવી જોઈએ. નાણાં મોકલવા વપરાશકર્તાએ કાં તો (i) લાભાર્થીનો મોબાઈલ ફોન નંબર અને MMID અથવા ( ii) IFS કોડ અને બેંક ખાતા નંબર અથવા ( iii) આધાર નંબર જાણવા જોઈએ. અનુસરવા માટેના પગલાં તમારા રજીસ્ટર્ડ કરેલા મોબાઈલ ફોનના ડાયલિંગ પેડ ઉપર *99# દાખલ કરો અને કોલ બટન દબાવો. NUUP ( નેશનલ યુંનીફાઈડ USSD પ્લેટફોર્મ ) ની વેલકમ સ્ક્રીન મેનુ બતાવશે. કાં તો તમારી બેન્કના ટૂંકા નામ ના ૩ અક્ષરો અથવા બેંક IFSC ના પહેલાં ૪ અક્ષરો અથવા બે અંકોનો બેંક આંકડાકીય કોડ *99# દાખલ કરો અને SEND ઉપર ક્લિક કરો. વિકલ્પોની સૂચિ દેખાશે. વિકલ્પો વાંચો અને નીચેની સૂચિમાં થી જે વિકલ્પનો અમલ કરવા ઈચ્છતા હો તે વિકલ્પ નંબર દાખલ કરો અને SEND ઉપર ક્લિક કરો: i. ખાતા બેલેન્સ ii . મિની સ્ટેટમેન્ટ iii . MMID થી નાણાં મોકલો. iv IFSC નો ઉપયોગ કરી નાણાં મોકલો. v . આધાર નંબરનો ઉપયોગ કરી નાણાં મોકલો . vi . MMID દર્શાવો. vii . MPIN viii . OTP ઉત્તપન્ન કરો. દરેક વિકલ્પ માટેની સૂચનાઓ નું પાલન કરો અને જરૂરી માહિતી દાખલ કરો. મેનુ વિકલ્પોની વિગતો ખાતા બેલેન્સ : બેલેન્સ પૂછપરછ માટે 1 દાખલ કરો અને send કરો , એક નવી વિન્ડો ખુલશે જેમાં તમારાં ખાતાનું પ્રાપ્ય બેલેન્સ દેખાશે. મિની સ્ટેટમેન્ટ : મિની સ્ટેટમેન્ટ ઉત્તપન્ન કરવા 2 દાખલ કરો અને send કરો , એક નવી વિન્ડો ખુલશે જેમાં તમારા ખાતાની છેલ્લી ૫ લેવડદેવડો દેખાશે. MMID થી નાણાં મોકલો : કોઈ વ્યક્તિ કે વેપારી ને MMID થી નાણાં મોકલવા 3 દાખલ કરો. વેપારીનો મોબાઈલ નંબર પૂછતી એક વિન્ડો દેખાશે . દાખલ કરો અને મોકલો. અનુગામી વિન્ડોઝ વેપારીનો MMID , સ્થાનાંતરિત કરવાની રકમ અને વિશેષ નોંધ ( વૈકલ્પિક ) પૂછશે. તમારો MPIN અને ખાતા નંબરના છેલ્લા ૪ અંકો દાખલ કરો અને મોકલો . લેવડદેવડ સફળ રહી તેવો સમર્થનનો સંદેશ દર્શાવતો સ્ક્રીન દેખાશે. IFSC નો ઉપયોગ કરી નાણાં મોકલો : IFSC થી નાણાં મોકલવા 4 દાખલ કરો. વેપારીનો બેંક IFSC કોડ પૂછતી વિન્ડો દેખાશે . દાખલ કરો અને મોકલો. અનુગામી વિન્ડોઝ વેપારીનો ખાતા નંબર, સ્થાનાંતરિત કરવાની રકમ અને વિશેષ નોંધ ( વૈકલ્પિક ) પૂછશે. તમારો MPIN અને ખાતા નંબરના છેલ્લા ૪ અંકો દાખલ કરો અને મોકલો . લેવડદેવડ સફળ રહી તેવો સમર્થનનો સંદેશ દર્શાવતો સ્ક્રીન દેખાશે . આધાર નંબરનો ઉપયોગ કરી નાણાં મોકલો : આધાર નંબરથી નાણાં મોકલવા ૫ દાખલ કરો. વેપારીનો આધાર નંબર પૂછતી વિન્ડો દેખાશે. દાખલ કરો અને મોકલો. તમારો MPIN અને તમારા ખાતા નંબરના છેલ્લા ૪ અંકો દાખલ કરો અને મોકલો. લેવડદેવડ સફળ રહી એવો સમર્થનનો સંદેશ દર્શાવતો સ્ક્રીન દેખાશે. MMID બતાવો : તમારો MMID જાણવા ૬ દાખલ કરો અને મોકલો, તમારા ખાતા સાથે જોડાયેલ MMID દર્શાવતો સમર્થન સ્ક્રીન દેખાશે. MPIN : MPIN ઉત્ત્પન્ન કરવા કે બદલવા ૭ દાખલ કરો અને મોકલો . નવા MPIN ઉત્ત્પન્ન કરવા ૧ દાખલ કરો અને મોકલો . તમારા કાર્ડ નંબરના છેલ્લા ૬ અંકો અને સમાપ્તિ તારીખ MMYY એક ખાલી જગ્યા થી અલગ કરેલ પૂછતી સ્ક્રીન દેખાશે, દાખલ કરો અને મોકલો. ઉત્તપન્ન થયેલ MPIN નોંધો. MPIN બદલવા ૨ દાખલ કરો અને મોકલો. તમારી હાલની MPIN અને નવી MPIN દાખલ કરો અને મોકલો. MPIN સફળતાપૂર્વક બદલાઈ તેમ દર્શાવતો સમર્થન સ્ક્રીન દેખાશે. OTP ઉત્તપન્ન કરો OTP ઉત્તપન્ન કરવા ૮ દાખલ કરો અને મોકલો. MPIN દાખલ કરો . તમને જરૂરી કાર્ય કરવા ઉત્તપન્ન કરેલ OTP દર્શાવતી સમર્થન સ્ક્રીન દેખાશે. ઉદાહરણ ૬.૧ દાખલો - ૧ મારું ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા માં છે અને મારે દુકાનદાર કે વેપારી કે મિત્ર ને MMID થી નાણાં ચુકવવા છે. ૧. *99# ડાયલ કરો. ૨. તમારી બેન્કનો શોર્ટ કોડ SBI અથવા IFSCના પહેલા ૪ SBIN અથવા ૨ - અંકોનો સંખ્યાકીય કોડ ૪૧ દાખલ કરો અને મોકલો. ૩. અનુગામી સ્ક્રીન ઉપર MMID થી નાણાં મોકલવાનો વિકલ્પ ૩ પસંદ કરો , ૩ દાખલ કરો અને મોકલો. ૪. વેપારીનો મોબાઈલ નંબર દાખલ કરો. જેમ કે 999xxxxxx 9. ૫. વેપારીનો MMID ( ૭ અંકો ) અને રકમ જેવી કે 1234567 5000 ૬. તમારો MPIN દાખલ કરો અને મોકલો . ૭. લેવડદેવડ સફળ રહી તેમ દર્શાવતો સમર્થન સ્ક્રીન દેખાશે. ૬.૨ દાખલો - ૨ મારું ખાતું આન્ધ્ર બેંકમાં છે અને મારે મિત્રને તેના IFSC નો ઉપયોગ કરી નાણાં સ્થાનાંતરિત કરવા છે. ૧. *99 # ડાયલ કરો. ૨. તમારી બેન્કનો શોર્ટ કોડ ANB અથવા IFSC ના પહેલા ૪ અક્ષરો ANDB અથવા બે અંકોનો સંખ્યાકીય કોડ ૫૯ દાખલ કરો અને મોકલો. ૩. અનુગામી સ્ક્રીન ઉપર IFSCથી નાણાં મોકલવા વિકલ્પ ૪ દાખલ કરો. ૪. મિત્રની બેન્કનો IFSC કોડ ( ૧૧ અક્ષરો) દાખલ કરો અને મોકલો જેમ કે ICIC0123456. ૫. ખાતા નંબર અને રકમ દાખલ કરો જેમ કે 01234567891011 5000. ૬. MPIN દાખલ કરો અને મોકલો જેમ કે 0123. ૭. લેવડદેવડ સફળ રહી તેમ દર્શાવતી સમર્થન સ્ક્રીન દેખાશે. ૭. USSD માટે બેંક કોડ્સ ની સૂચિ બેન્ક નું નામ IFSCના પહેલા ૪ અક્ષરો બેંક શોર્ટ કોડ મલ્ટી મોડલ કોડ્સ After *99* ક્રમ નં. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા SBIN SBI *99*41# ૧ પંજાબ નેશનલ બેંક PUNB PNB *99*42# ૨ કેનરા બેંક CNRB CNB *99*46# ૩ બેંક ઓફ ઇન્ડિયા BKID BOI *99*47# ૪. બેંક ઓફ બરોડા BARB BOB *99*48# ૫. IDBI બેંક IBKL IDB *99*49# ૬ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા UBIN UOB *99*50# ૭ સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા CBIN CBI *99*51# ૮ ઇન્ડિયન ઓવરસીઝ બેંક IOBA IOB *99*52# ૯ ઓરિએન્ટલ બેંક ઓફ કોમર્સ ORBC OBC *99*53# ૧૦ અલાહાબાદ બેંક ALLA ALB *99*54# ૧૧ સિન્ડીકેટ બેંક SYNB SYB *99*55# ૧૨ યુકો બેંક UCBA UCO *99*56# ૧૩ કોર્પોરેશન બેંક CORP CRB *99*57# ૧૪ ઇન્ડિયન બેંક IDIB INB *99*58# ૧૫ આન્ધ્ર બેંક ANDB ANB *99*59# ૧૬ સ્ટેટ બેંક ઓફ હૈદરાબાદ SBHY SBH *99*60# ૧૭ બેંક ઓફ મહારાષ્ટ્ર MAHB BOM *99*61# ૧૮ અપના સહકારી બેંક ASBL APN *99*85# ૧૯ સ્ટેટ બેંક ઓફ પટીઆલા STBP SBP *99*62# ૨૦ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા UTBI UBI *99*63# ૨૧ વિજયા બેંક VIJB VJB *99*64# ૨૨ DCB બેંક DCBL DCB *99*65# 23 ભારતીય મહિલા બેંક BMBL BMB *99*86# ૨૪ સ્ટેટ બેંક ઓફ ત્રાવણકોર SBTR SBT *99*67# ૨૫ અભ્યુદય કો-ઓપ બેંક ABHY ACB *99*87# ૨૬ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કો- ઓપ બેંક PMCB PMC *99*88# ૨૭ સ્ટેટ બેંક ઓફ બિકાનેર એન્ડ જયપુર SBBJ SBJ *99*70# ૨૮ પંજાબ એન્ડ સીંદ બેંક PSJB PSB *99*71# ૨૯ હસ્તી કો- ઓપ બેંક HCBL HCB *99*89# ૩૦ સ્ટેટ બેંક ઓફ માયસોર SBMY SBM *99*73# ૩૧ ગુજરાત સ્ટેટ કો- ઓપ બેંક GSCB GSC *99*90# ૩૨ કાલુપુર કોમર્શિયલ કો- ઓપરેટીવ બેંક KCCB KCB *99*91# ૩૩ તામિલનાડ મર્કનટઈલ બેંક TMBL TMB *99*77# ૩૪ દેના બેંક BKDN DNB *99*78# ૩૫ નૈનીતાલ બેંક NTBL NTB *99*80# ૩૬ જનતા સહકારી બેંક JSBP JSB *99*81# ૩૭ મહેસાણા અર્બન કો- ઓપ બેંક MSNU MUC *99*82# ૩૮ NKGSB કો--ઓપ બેંક NKGS NGB *99*83# ૩૯ સારસ્વત બેંક SRCB SRC *99*84# ૪૦ ધ સાઉથ ઇન્ડિયન બેંક SIBL SIB *99*74# ૪૧ ICICI બેંક ICIC ICI *99*44# ૪૨ એક્સીસ બેંક UTIB AXB *99*45# ૪૩ HDFC બેંક HDFC HDF *99*43# ૪૪ RBL બેંક RATN RBL *99*79# ૪૫ કરુર વ્યાસ્ય બેંક KVBL KVB *99*75# ૪૬ ફેડરલ બેંક FDRL FBL *99*72# ૪૭ કર્ણાટક બેંક KARB KTB *99*76# ૪૮ યેસ બેંક YESB YBL *99*66# ૪૯ ઇન્ડસઇન્ડ બેંક INDB IIB *99*69# ૫૦ સ્ત્રોત: ઇન્ફોર્મેશન સિક્યુરીટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ