લાભાર્થીની પાત્રતા: પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ફક્ત શુધ્ધ ગીર અને કાંકરેજ ઓલાદની ગાયો નિભાવી સંવર્ધન કરતી સંસ્થાઓ/ગૌશાળાઓ વિકાસના કયા કામો માટે સહાય મળી શકશે? કેટલ શેડનું બાંધકામ ઘાસ ગોડાઉનનું બાંધકામ પાણીનો હવાડો ચાફ કટરની ખરીદી સહાયનું ઘોરણ: ગાયોની સંખ્યાના આધારે (૧૦,૨૦,૩૦,૪૦,૫૦) દર વર્ષે એક વિકાસકામ માટે પાંચ વર્ષ સુધી મળવાપાત્ર કુલ ખર્ચના ૭૫% અથવા નીચે દર્શાવેલ વિગતો મુજબ: અ. નં. ગાયોની સંખ્યા મહત્તમ મળવાપાત્ર સહાય (ઘાસ ગોડાઉન સિવાય) મહત્તમ મળવાપત્ર સહાય (ઘાસ ગોડાઉન માટે) ૧ ૧૦ થી ૧૯ રૂ. ૬૦,૦૦૦/- રૂ. ૧,૮૦,૦૦૦/- ૨ ૨૦ થી ૨૯ રૂ. ૧,૨૦,૦૦૦/- રૂ. ૨,૪૦,૦૦૦/- ૩ ૩૦ થી ૩૯ રૂ. ૧,૮૦,૦૦૦/- રૂ. ૩,૦૦,૦૦૦/- ૪ ૪૦ થી ૪૯ રૂ. ૨,૪૦,૦૦૦/- રૂ. ૩,૦૦,૦૦૦/- ૫ ૫૦ થી વઘારે રૂ. ૩,૦૦,૦૦૦/- રૂ. ૩,૦૦,૦૦૦/- સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય