લાભાર્થીની પાત્રતા: પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ પાંજરાપોળ. અમલીકરણ: નિયત નમૂનામાં અરજી કરવાની રહેશે. અરજી સાથે રજુ કરવાના આધાર: સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાનો રખડતા ગૌવંશના પશુઓ સોંપવા અંગેના પત્રની નકલ. પાંજરાપોળ તરફથી સ્વીકારેલ પશુઓની, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાને આપેલ પાવતીની નકલ. સ્વીકારેલ પશુઓનું ટેગીંગ સર્ટીફીકેટ સહાયનું ધોરણ : પાંજરાપોળ દ્વારા સ્વીકારેલ ગૌવંશના પશુદીઠ રૂ! ૧૦૦૦/- સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય