ગૌશાળા/પાંજરાપોળ માટે પ્રોત્સાહિત ઇનામ યોજના: લાભાર્થીની પાત્રતા : પબ્લિક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા અને પાંજરાપોળ હેતુઓ ગૌવંશના પશુઓ ઘરાવતી સંસ્થાઓ વચ્ચે તંદુરસ્ત હરિફાઇ થાય. સંસ્થાઓ ખાતે પશુઓ માટેની વ્યવસ્થા સુદઢ થાય. સંસ્થાઓ ખાતે પશુઓની સાર સંભાળ સુવ્યવસ્થિત રીતે થાય. અમલીકરણ અરજદાર સંસ્થાએ નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. બોર્ડ દ્વારા પસંદગી કમીટીની રચના કરવામાં આવશે. પસંદગી કમિટીની ભલામણના આઘારે ગૌશાળા અને પાંજરાપોળનો વિજેતાક્રમ નક્કી કરાશે. વિજેતા સંસ્થાઓને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર આપવામાં આવશે. દર ત્રણ વર્ષે એક વખત ઇનામો આપવામાં આવે છે. સહાયનું ધોરણ: રોકડ પુરસ્કારની રકમ રૂ. અ.નં. વિજેતા ક્રમાંક ગૌશાળા પાંજરાપોળ ૧ પ્રથમ રૂ. ૧,૫૦,૦૦૦/- રૂ. ૧,૫૦,૦૦૦/- ૨ દ્રિતીય રૂ. ૧,૦૦,૦૦૦/- રૂ. ૧,૦૦,૦૦૦/- ૩ તૃતીય રૂ. ૫૦,૦૦૦/- રૂ. ૫૦,૦૦૦/- ગૌરક્ષક પ્રોત્સાહન યોજના : લાભાર્થીની પાત્રતા ગૌરક્ષક હેતુ: કતલખાને જતા ગૌવંશના પશુઓને બચાવવા અમલીકરણ અરજદાર ગૌરક્ષકે નિયત નમુનામાં અરજી કરવાની રહેશે. કતલખાને જતાં ગૌવંશના પશુઓને રોકવા. પોલીસકેસ કરવો. પોલીસને બાતમી આપવી. ઉપરોક્ત કામગીરી સાથે સંકળાયેલ, શ્રેષ્ઠ કામગીરી કરનાર ત્રણ ગૌરક્ષકોને ઇનામ માટે જાહેર કરવામાં આવશે. દર ત્રણ વર્ષે એક વખત ઇનામો આપવામાં આવે છે. ગૌરક્ષકનો બાયોડેટા તથા કામગીરીને ધ્યાને લઇ મરણોત્તર એવોર્ડ પણ આપી શકાશે. સહાયનું ધોરણ ૩ (ત્રણ) ગૌરક્ષકોને પ્રત્યેકને રૂ. ૫૦,૦૦૦/- રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર. સ્ત્રોત:ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય