આંતરમાળખાકીય સગવડો પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરાપોળ. સંસ્થાના નામે જમીન હોવી જોઇએ. વિકાસના કામો (આંતરમાળખાકીય સગવડો) ની યાદી વઘારાના કેટલ શેડ બનાવવા. કમ્પાઉન્ડ વોલ બનાવવી. પીવાના પાણી માટે હવાડા બનાવવા. ટ્યુબવેલ બનાવવા. હાલના કુવા ઊંડા કરવા. ડીઝલ એન્જીન/ઇલેક્ટ્રીક મોટર/સબમર્સીબલ પંપની ખરીદી. પાણીની પાઇપ લાઇન નાખવી. ચાફ કટર ખરીદવું. ઘાસ ગોડાઉન બનાવવું. સહાયનું ધોરણ એક વર્ષમાં – એક કામ માટે: કરેલ ખર્ચના ૭૫% - વઘુમાં વઘુ રૂ! ૩.૦૦ લાખ. પાંચ વર્ષ સુઘી પ્રતિ વર્ષ રૂ! ૩.૦૦ લાખની મર્યાદામાં. નવીન પાંજરાપોળ લાભાર્થીની પાત્રતા પબ્લીક ચેરીટી એકટ હેઠળ નોંધાયેલા સંસ્થા. શહેરી વિસ્તારની આજુબાજુના ૧૫કી.મી.ના વિસ્તાઅરમાં શરૂ કરવાનીરહેશે. સંસ્થા પાસે ઓછામાં ઓછું ૧૦૦ પશુધન હોવું જોઇએ સહાયનું ધોરણ ઉપરોકત (અ)માં દર્શાવેલ વિકાસનાં કામો પૈકી-૫ (પાંચ)કામો માટે. એક વર્ષમાં કુલ ખર્ચના૭૫% લેખે વધુમાં વધુ રૂ!૧૫.૦૦ લાખ જીવદયા હેલ્પ લાઇન લાભાર્થીની પાત્રતા પબ્લીકચેરીટી એકટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરપોળ. સંસ્થા પાસે ઓછામાં ઓછા ૫૦૦ પશુ હોવા જોઇએ. અમલીકરણ મોબાઇલવાન ની ખરીદી. દવાસાધનોની ખરીદી. પશુ ચિકિત્સા અધિકારી ની નિમણુંક. સહાયનું ધોરણ કુલ ખર્ચના ૫૦% લેખે પ્રથમ વર્ષ રૂ!. ૩.૦૦ લાખ બીજુંવર્ષ રૂ!. ૨.૦૦ લાખ ત્રીજુ વર્ષ રૂ! ૧.૦૦ લાખ મેનેજરીયલ સહાય લાભાર્થીની પાત્રતા પબ્લીક ચેરીટી એક્ટ હેઠળ નોંધાયેલ ગૌશાળા/પાંજરાપોળ. સંસ્થા પાસે ઓછામાં ઓછા ૫૦૦ પશુ હોવા જોઇએ. અમલીકરણ પશુચિકિત્સા અઘિકારી અથવા પશુઘન નિરીક્ષકની નિમણુંક સહાયનું ઘોરણ પશુચિકિત્સા અધિકારી – પ્રતિમાસ રૂ! ૧૫,૦૦૦/- પશુઘન નિરીક્ષક – પ્રતિમાસ રૂ! ૭૦૦૦/- અન્ય પ્રવૃત્તિ સ્ત્રોત: ગૌસેવા અને ગૌચર વિકાસ બોડૅ, ગુજરાત રાજ્ય