પાલક માતા-પિતાની યોજના પાત્રતાનુ ધોરણ આ યોજના અંતર્ગત ગુજરાતમાં વસતા ૦ થી ૧૮ વર્ષની ઉંમરના તમામ અનાથ બાળકોકે જેના માતા-પિતા હયાત નથી તેવાં બાળકોને લાભ મળવા પાત્ર થશે. જે બાળકના પિતા મૃત્યુ પામેલ હોય અને માતાએ પુન:લગ્ન કરેલ હોય તેવા બાળકોને માતાએ પુન: લગ્ન કર્યા બાબતના લગ્ન પ્રમાણપત્ર રજુ કરવાનું રહેશે. સહાયનું ધોરણ • બાળકોની સંભાળ રાખતા નજીકના સગાને માસિક રૂ.૩૦૦૦/- સહાય પેટે DBTથી ચુકવામાં આવે છે. રજુ કરવાના ડોક્યુમેન્ટ • બાળકનો જન્મનો દાખલો / શાળા છોડયાનું પ્રમાણપત્ર પૈકી કોઈ પણ એક • બાળકના માતા-પીતાની મરણના દાખલાની પ્રમાણીત નકલ બિડવાનું રહશે. • જે કિસ્સામાં બાળકના પિતા મરણ પામેલા હોય અને માતાએ પુન: લગ્ન કરેલ હોય તે કિસ્સામાં માતાનું પુન:લગ્ન કરેલ તે અંગેનું સોગંદનામું / લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર / તલાટી કમ મંત્રીનો દાખલો પૈકી કોઈ પણ એક. • પુન:લગ્ન કરેલાનો પુરાવો • આવકના દાખલાની નકલ (ગ્રામીણ વિસ્તાર માટે ૨૭,૦૦૦ થી વધુ અને શહેરી વિસ્તાર માટે ૩૬,૦૦૦ થી વધુની આવક હોવી જરૂરી છે.) • બાળક અને પાલક માતાપિતાના સયુંક્ત બેંક ખાતાની પ્રમાણિત નકલ • બાળકના આધારકાર્ડની નકલ • પાલક માતાપિતાના રેશનકાડ પ્રમાણિત નકલ • બાળક હાલમાં જે ધોરણમાં અભ્યાસ કરતો હોય તેનું પ્રમાણપત્ર ની નકલ • પાલક પિતા/માતાના આધારકાર્ડની નકલ પૈકી કોઈ પણ એક ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી? • આ સેવાનો લાભ લેવા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી નો સંપર્ક કરવો તથા નમુના નું ફોર્મ જોવા નીચે દર્શાવેલ લિંક નો ઉપયોગ કરી શકો છો.https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSD/GPApplicantDetails.pdf ઓનલાઈન ફોર્મ ભરવા માટે લિંક https://esamajkalyan.gujarat.gov.in/index.aspx?HodID=2 સ્ત્રોત:- NJ View